મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE







હળવદમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

સમગ્ર દેશનો ખૂણે ખૂણો વિકસિત બને અને સામાન્ય તેમજ જરૂરિયાતમંદ એમ દરેક લોકો સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મેળવી શકે તે માટે સરકાર દ્વારા વિકસિત ભારતના સંકલ્પ યાત્રા રથની શરૂઆત કરવામાં આવી છે. જે અન્વયે કેન્દ્રીય મહિલા અને બાળ સુરક્ષા અને આયુષ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરાના અધ્યક્ષસ્થાને હળવદ શહેરમાં રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ લોકકલ્યાણી યોજના સાથે પહોંચીને લોકોને વિવિધ યોજનાથી લાભાન્વિત કર્યા હતા.  

આ પ્રસંગે ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રાસંગિક ઉદ્દ્બોધન કરતા જણાવ્યું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન છે કે આપણો દેશ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બને. આપણે સૌ આરોગ્ય, શિક્ષણ, ખેતી વગેરે જેવા દરેક ક્ષેત્રમાં વિકસિત બનીએ અને ભારતની માથાદીઠ આવક વધે તે માટે પ્રયાસ કરી રહ્યા છીએ. આજે આ સેવાસેતુ પોગ્રામ આપણા ઘરઆંગણે પહોંચ્યો છે, તેનો સૌ લોકોએ મળીને લાભ લેવાનો છે, કારણ કે આયુષ્માન કાર્ડએ એકપણ રૂપિયો ખર્ચ કર્યા વગરની દુનિયાની સૌથી મોટામાં મોટી વિમા યોજના છે, આજે આ આયુષ્માન યોજનામાં દેશનાં ૧૨ કરોડથી વધારે ઘર જોડાઈ ગયા છે અને ૫૫ કરોડથી વધુ લોકો તેનો લાભ મેળવી રહ્યા છે. આ યોજના ૧૯૪૯ પ્રકારના રોગો સહિત ૨૭ પ્રકારની સ્પેશ્યાલિટી ટ્રીટમેન્ટ આપે છે.આ ઉપરાંત, ડૉ. મહેન્દ્ર મુંજપરાએ પ્રધાનમંત્રી ફંડ, પી.એમ. ભારતીય જનઔષધિ પરિયોજના, ઉજ્જવલા યોજના, પી.એમ. વિશ્વકર્મા યોજના, પંડિત દિનયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે જેવી યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે, “હળવદ એક દિવાદાંડી બનતું શહેર છે. આપણે નાની મોટી બદીઓને દૂર કરી ઊંચાઈ પકડવાની છે. આપણે સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના પ્રયાસ થકી પુર્ણ વિકસિત ભારતના સપનાને સાકાર કરવું છે.

આ કાર્યક્રમ દરમિયાન હળવદ શહેરમાં વિવિધ સેવાકિય કાર્યક્રમ કરતી સંસ્થાઓને મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. અને અંતમાં મહાનુભાવો દ્વારા રાજોધરજી હાઈસ્કુલના આંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર જી.ટી. પંડ્યા, પુર્વ ધારાસભ્ય પરષોત્તમભાઈ સાબરીયા, હળવદ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ સરાવાડીયા, જિલ્લા પુરવઠા અધિકારી સંદિપ વર્મા, હળવદ નગરપાલીકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ, હળવદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન રજનીભાઈ સંઘાણી, અગ્રણીઓ બિપિનભાઈ દવે, રણછોડભાઈ દલવાડી, અજયભાઈ રાવળ, મનસુખભાઈ, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સહિતના વિવિધ અધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં હળવદના શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News