મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના વિરપરડા-ટંકારાના નેસડા (સુ.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના વિરપરડા-ટંકારાના નેસડા (સુ.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબી વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા (સુ.) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ગ્રામજનોએ હરખભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરી વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ODF plus હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ સરપંચઓને પ્રમાણપત્ર આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ગ્રામજનોને વિવિધ યોજનાઓના લાભ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિરપરડા ગામ તેમજ ટંકારાના નેસડા(સુ.) ગામે ટંકારા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, સ્થાનિક ગામના સરપંચો, અગ્રણીઓ, સરકારી વિભાગના અધિકારીઓ અને ર્મચારીશ્રીઓ તેમજ   ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા.




Latest News