મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીમાં જેટકોની પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ માટે આવેલ ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમ


SHARE









મોરબીમાં જેટકોની પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ માટે આવેલ ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમ

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામ પાસે જેટકોની વર્તુળ કચેરી ખાતે આજે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને જુદા જુદા ત્રણ સેન્ટર ઉપરથી 580 જેટલા ઉમેદવારોને મોરબી બોલાવવામાં આવ્યા હતા અને આ પોલ કલાઇમ્બિંગ ટેસ્ટ થી ઉમેદવારોમાં કંઈ ખુશી કહી ગમ જેવો ઘાટ જોવા મળ્યો હતો

જેટકોમાં ૧૨૦૦ થી વધુ કર્મચારીની ભરતી કરવા માટે થઈને અગાઉ પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ તેમજ લેખિત પરીક્ષા લેવામાં આવી હતી અને ત્યારબાદ એક ઉમેદવારે વાંધો લેતા આ ભરતી પ્રક્રિયાને રદ કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરકારે ભરતી પ્રક્રિયાને રદ કરવાના બદલે તમામે તમામ લોકોને પોલ કલાઇમ્બિંગ ટેસ્ટ માટે બોલાવ્યા છે અને પોલ કલાઇમ્બિંગ ટેસ્ટમાં પાસ થનાર ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે મોરબી નજીકના જેતપર રોડ પર આવેલ પીપળી ગામ પાસે જેટકોની વર્તુળ કચેરી ખાતે આજે સુરેન્દ્રનગર, જામનગર અને અંજાર ખાતે એપ્રેન્ટિસિપ કરનારા ૫૮૦ જેટલા ઉમેદવારોને પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે પોલ ક્લાઈમ્બિંગ ટેસ્ટ દેવા માટે તેને આવેલા ઉમેદવારોમાં કંઈ ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો




Latest News