મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક ચાલુ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત


SHARE













મોરબીના લાલપર નજીક ચાલુ બાઈકમાંથી નીચે પડતાં ઇજા પામેલ મહિલાનું સારવારમાં મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ઓમકાર પેટ્રોલ પંપ સામે રોડ ઉપરથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી નીચે પટકાતા ઈજા પામેલ મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ત્યાં સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતિ પ્રમાણે મૂળ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમ્બો સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા હલ્કીબાઈ ઉર્ફે રેખા છગનભાઈ જાટવ (૩૫) નામની મહિલા પોતાના બાળક સાથે તેમના કારખાને કામ કરતા શ્રમિકના બાઈકમાં બેસીને બીજા કારખાને જઈ રહી હતી ત્યારે મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લાલપર ગામ પાસે ઓમકાર પેટ્રોલ પંપની સામેના ભાગમાં રોડ ઉપરથી તેઓનું બાઈક પસાર થતું હતું ત્યારે કોઈ પણ કારણોસર તે મહિલા ચાલુ બાઈકે બાઈકમાંથી રસ્તા ઉપર નીચે પટકાતા મહિલાને ઇજાઓ થઈ હતી જેથી કરીને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પીધું

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગરમાં રહેતા રસીલાબેન વિશાલભાઈ ધામેચા (૨૧) નામની યુવતી કોઈ કારણોસર પોતે પોતાની જાતે ફિનાઈલ પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના ઘુટુ ગામ પાસે આવેલ હરીનગર ખાતે રહેતી વિદ્યા અશ્વિનભાઈ સોલંકી (૫) નામની બાળકી સ્કૂલેથી ઘરે પરત આવી રહી હતી ત્યારે અન્ય સ્કૂટીના ચાલકે તેને ટક્કર મારતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વિદ્યાને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે






Latest News