મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નાલંદા વિદ્યાલય ખાતે ૧ લી જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કારનું ભવ્ય આયોજન


SHARE













મોરબીમાં નાલંદા વિદ્યાલય ખાતે ૧ લી જાન્યુઆરીના રોજ સૂર્ય નમસ્કારનું ભવ્ય આયોજન

૧ લી જાન્યુઆરીના રોજ ગુજરાત સૂર્ય નમસ્કાર થકી વિશ્વ વિક્રમ સ્થાપિત કરવા જઈ રહ્યું છે ત્યારે મોરબી જિલ્લો પણ આ સિદ્ધિમાં સહભાગી બનશે. જે અન્વયે મોરબીમાં ૧ લી જાન્યુઆરીના રોજ નાલંદા વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સુચારૂ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અઘ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કાર્યક્રમ માટે તમામ વ્યવસ્થાઓ કરવા માટે કલેકટરએ સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત કલેકટરએ મોરબી જિલ્લાની તમામ જનતાને સવારે ૭:૦૦ વાગ્યે નાલંદા વિદ્યાલય ખાતે આવીને વિશ્વ વિક્રમમાં સહભાગી બનવા હાર્દીક નિમંત્રણ પાઠવ્યું છે.

વર્ષના પ્રથમ દિવસે  એટલે કે, ૧લી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ સૂર્યના પ્રથમ કિરણ સાથે સમગ્ર ગુજરાત રાજ્ય યોગ સૂર્ય નમસ્કાર કરી વિશ્વ વિક્રમ સ્થાપવા જઈ રહ્યુ છે, ત્યારે સમગ્ર રાજ્યમાં કુલ ૫૧ સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. આ સ્થળોમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય યોગબોર્ડ મોરબી જિલ્લામાં નાલંદા વિદ્યાલય (વિરપર) ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે લોકો સુર્ય નમસ્કાર કરીને વિશ્વ વિક્રમમાં પોતાનો ફાળો નોંધાવશે આ બેઠકમાં કલેકટર સાથે જિલ્લા આરોગ્ય અધિકારી કવિતાબેન દવે, જિલ્લા શિક્ષણાધિકારી એન.વી.રાણીપા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પી.વી.અંબારીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલ વ્યાસ, પોલિસ ઈન્સ્પેકટર એસ.એમ. ચૌહાણ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.






Latest News