મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી ખાતે PMKVY - 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શરૂ


SHARE









મોરબી ખાતે PMKVY - 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શરૂ

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, નિયામકશ્રી રોજગાર અને તાલીમ હેઠળની સરકારી આઈ.ટી.આઈ. મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ઓટોમોબાઇલ સેકટરનો ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો નિ:શુલ્ક શોર્ટ ટર્મ કોર્ષ શરૂ કરવામાં આવ્યો છે.

આ શોર્ટ ટર્મ કોર્ષ કરવા માટે ધોરણ-૧૦ પાસ તથા તેથી વધુ શૈક્ષણિક લાયકાત ધરાવતા અને ૧૮ વર્ષની ઉંમર તથા ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સ ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, ધોરણ ૧૦ પાસ કર્યાની માર્કશીટ , જાતીનુ પ્રમાણપત્ર , ટુ વ્હીલર ડ્રાઈવીંગ લાઇસન્સની નકલ, આધારકાર્ડ / ચૂંટણીકાર્ડની નકલ વગેરે સાથે લઈને જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ વધુ માહિતી માટે જાહેર રજાના દિવસ સિવાય ૧૦:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમિયાન આઈ.ટી.આઈ મોરબીનો રૂબરૂ સંપર્ક કરવા અથવા ૯૨૭૪૩૪૯૯૩૫, ૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા મોરબી ઔદ્યોગિક તાલીમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.




Latest News