મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

અનોખી પહેલ: મોરબી પત્રકાર એસો. સભ્યોને ૧૦ લાખનું વીમા કવચ


SHARE









અનોખી પહેલ: મોરબી પત્રકાર એસો. સભ્યોને ૧૦ લાખનું વીમા કવચ

સામાન્ય લોકોને ન્યાય મળે તે માટે સતત સજાગ રહેતા અને લોકોને સમયસર કોઈપણ ઘટનાની સંપૂર્ણ માહિતી ઘરે બેઠા મળી રહે તેના માટે ૨૪ કલાક દોડતા પત્રકારો ઘણી વખત પોતાના જીવને જોખમમાં મૂકીને પણ લોકોને સમાચાર પહોચડતા હોય છે ત્યારે મોરબી મોરબી પત્રકાર એશોસિયેશન દ્વારા પ્રેરક પહેલ કરવામાં આવી છે અને મોરબી પત્રકાર એસો. સાથે જોડાયેલા પત્રકારોના પોસ્ટ ઓફિસમાં આઇ.પી.બી.પી. અંતર્ગત ડિજિટલ બેન્કિંગ એકાઉન્ટ અને સંલગ્ન જી.એ.જી. યોજના અંતર્ગત રૂપિયા દશ લાખનું વીમા કવચ લેવામાં આવેલ છે

મોરબીમાં પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા સાથે જોડાયેલા પત્રકારોનું એસો. કાર્યરત છે અને તેની સાથે જોડાયેલા પત્રકારોની ચિંતા સેવીને વર્તમાન હોદેદારો દ્વારા સર્વાનુમતે તમામને વીમા કવચ હેઠળ આવરી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને વર્તમાન સમયમાં ઘણી વખત વાંચકો કે પછી દર્શકો સુધી સમાચાર પહોચડવા માટે પત્રકારોને તેના જીવ પણ જોખમમાં મૂકવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે કોઈ ઘટના દુર્ઘટના બને તો સીધી નહિ તો આડકતરી રીતે પણ મોરબી પત્રકાર એસો. તેના સભ્યના પરિવારજનને મદદરૂપ બની શકે તે માટે મોરબી પોસ્ટ ઓફિસ દ્વારા "નાના લોકોની મોટી બેંક" જેવી પોસ્ટ ઓફિસની આઇ.પી.બી.પી. ડિજિટલ બેન્કિંગ સેવાનો લાભ લઈને ૧૦ લાખનું વીમા કવચ મોરબી પત્રકાર એસો. સાથે જોડાયેલા પત્રકારોનું લેવામાં આવેલ છે ત્યારે મોરબી જીપીઓ મુખ્ય પોસ્ટ ઑફિસના પોસ્ટ માસ્તર પરાગ વસંત સહિતના પોસ્ટ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને ત્યારે અધિકારી જણાવ્યુ હતું કે, ભારત સરકાર દ્વારા વીમા પોલિસીની જેમ ઘણી વધી લોકો ઉપયોગી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે તેનો વધુને વધું લોકો દ્વારા મહત્તમ લાભ લેવામાં આવે તે જરૂરી છે અને ખાસ કરીને મોરબીના પત્રકાર એસો. દ્વારા જે પહેલ કરવામાં આવેલ છે તેની પોસ્ટ વિભાગના અધિકારી  સહિતના કર્મચારીઓએ પ્રસંસા કરેલ હતી આ તકે મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ હિમાંશુભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ હરનિશભાઈ જોશી, મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા, સહમંત્રી ઋષિભાઈ મહેતા, ખજાનચી પંકજભાઈ સનારિયા તેમજ સભ્ય સુરેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ ભટ્ટ, રવિભાઈ ભડાણીયા, ચંદ્રેશભાઈ ઓધવિયા, અલ્પેશભાઈ ગોસ્વામી, જીગ્નેશભાઈ વ્યાસ તેમજ સન્નીભાઈ વ્યાસ સહિતઓને દસ લાખના વીમા કવચ હેઠળ આવરી લેવામાં આવેલ છે અને કેટલાક સભ્યો તેના કામથી બહાર હોવાથી તેઓની હવે વીમા પોલિસી લેવામાં આવશે




Latest News