મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE













મોરબીમાંથી સગીરાનું અપહરણ-પોકસો કેસમા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીમાંથી સગીરાની અપહરણ કરવામાં આવ્યું હતું જેથી કરીને અપહરણ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ આરોપીને વકીલ મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં તેના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે આ કામના આરોપીએ ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે અપહરણ કર્યું હતું જેથી કરીને પોલીસે આરોપીની અપહરણ તથા પોકસોના ગુનામાં ધરપકડ કરી હતી અને આરોપી રાહુલ જેન્તીભાઈ જોલપરાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી જેમાં આરોપી તરફે તેના વકીલે દલીલ કરેલ હતી અને  બન્ને પક્ષકારોની દલીલના અંતે કોર્ટે આરોપીના એડવોકેટની દલીલ માન્ય રાખીને આરોપીને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે આ કામમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાજીતેન ડી. અગેચાણીયાજે.ડી.સોલંકીકુલદીપ ઝીઝુવાડીયારવી ચાવડાહીતેશ પરમાર રોકાયેલા હતા.






Latest News