મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકસભાની છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ એક લાખ મતદારો વધ્યા


SHARE









મોરબી જિલ્લામાં લોકસભાની છેલ્લે યોજાયેલ ચૂંટણી બાદ એક લાખ મતદારો વધ્યા

આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે તેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીમાં કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં કલેકયારે માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તે બેઠકના વિસ્તારમાં જે લોકસભાની બેઠકો લાગુ પડે છે તેના માટે બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં છેલ્લે યોજાયેલા લોકસભાની ચૂંટણીથી લઈને અત્યાર સુધીમાં મોરબી જીલ્લામાં નવા એક લાખ મતદારોનો મતદાર યાદીમાં વધારો થયેલ છે

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ કલેક્ટર કચેરીમાં કલેકટર જી.ટી.પંડ્યાની પત્રકાર પરિષદ યોજાઇ હતી જેમાં તેને જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં બુથ વાઇઝ મતદાર સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં વર્ષ ૨૦૧૯ માં છેલ્લે યોજાયેલ લોકસભાની ચૂંટણી પછીથી લઈને અત્યાર સુધીમાં એક લાખ કરતાં વધુ મતદારોનો ઉમેરો થયેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, વર્ષ ૨૦૧૯ માં ૭,૨૫,૧૦૦ મતદારો હતા જો કે, આજની તારીખે ૮,૨૫,૬૫૨ મતદારો નોંધાયેલ છે અને તેમાં ચૂંટણી જાહેર કરવામાં આવે ત્યાં સુધીમાં હજુ પણ થોડો ઘણો વધારો થઈ શકે છે અત્રે ઉલેખનીય છે કે, લોકસભાની ચૂંટણી ૨૦૨૪ માં યોજવાની છે તેના માટે ગણતરીના મહિનાઓ જ બાકી રહ્યા છે ત્યારે મોરબી જીલ્લામાં આવેલ મોરબી, ટંકારા, વાંકાનેર વિધાનસભા મત વિસ્તારોમાં તમામ મતદાન મથકો, શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ ૧/૧/૨૪ થી ૨૯/૨/૨૪ સુધી લોકોને ઇવીએમ અને વિવિપેટના ઉપયોગની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે ૧૦-૧૦ ઇવીએમ અને વિવિપેટની તાલીમ અપાશે. 




Latest News