મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરિણીતાને ત્રાસના કેસમાં પતિ સહિત ત્રણનો નિર્દોષ છુટકારો


SHARE













મોરબીમાં પરિણીતાને ત્રાસના કેસમાં પતિ સહિત ત્રણનો નિર્દોષ છુટકારો

મોરબીમાં રહેતી પરિણીતાએ તેના પતિ, સાસુ અને સાસરાની સામે ફરિયાદ નોંધાવી હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને કોર્ટે પતિ સહિતના ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલ છે

આ કેશની હકીકત એવી છે કે, ગીતાબેન ડેવિશભાઇ પરમાર રહે. વાઘપરા મોરબી વાળાએ વર્ષ ૨૦૧૮ માં તેમના પતિ ડેવિશભાઇ રસીકભાઇ પરમાર તેમના સસરા રસીકભાઇ ઓધવજીભાઇ પરમાર તથા સાસુ વર્ષાબેન રસીકભાઇ પરમાર સામે ઇપીકોની કલમ-૪૯૮(એ),  ૩૨૩, ૫૦૪,  ૧૧૪ મુજબની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમા કરી હતી જે અંગેનો ફોજદારી કેઇસ મોરબીની ચીફ જ્યુ.મેજી.ફ.ક. સાહેબની કોર્ટમા નોધાયેલ હતો અને આ કેસ મોરબીના એડિશનલ ચિફ જ્યુ.મેજી.ફ.ક.સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીના વકીલ બી.બી. હડીયલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી હતી અને આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે આકેસમાં આરોપી વતી સનીયર વકીલ બી.બી. હડીયલ રોકાયેલ હતા.






Latest News