મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની ૩ રેડ: ૧૨ બોટલ દારૂ સાથે ૫ આરોપી પકડાયા


SHARE









મોરબી શહેર-તાલુકામાં દારૂની ૩ રેડ: ૧૨ બોટલ દારૂ સાથે ૫ આરોપી પકડાયા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ સામે, સામાકાંઠા વિસ્તારમાં આવેલ જનકપુરી સોસાયટી પાસે અને ઘૂટું નજીક હરિઓમ પાર્ક પાસે ખરાબાની જગ્યામાં આમ કુલ મળીને જુદી જુદી ત્રણ જગ્યા ઉપર દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે બાર બોટલો દારૂ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો હતો અને હાલમાં પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેની સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આ શખ્સો પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ કબીર આશ્રમ પાસે રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂ નહીં ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૮૦ ની કિંમતની દારૂની ચાર બોટલો કબજે કરી હતી અને આરોપી તરુણભાઈ અરવિંદભાઈ આંકરીયા જાતે કોળી (૨૫) રહે. ગ્રીનલેન્ડ પાર્ક કબીર આશ્રમ પાસે વાવડી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ જનકપુરી સોસાયટીની બાજુમાં પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી એક શખ્સ દારૂની ત્રણ બોટલો સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૧૧૨૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી કૌશિકલાલ રમણીકલાલ બજાણીયા જાતે કડિયા (૪૭) રહે જનકપુરી સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવલે દારૂની બોટલ તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે જ્યારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ હરિઓમ પાર્કના ગેટ પાસે આવેલ દુકાનની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં દારૂની બોટલ હોવાની ચોક્કસ હકીકત આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની પાંચ બોટલો મળી આવતા પોલીસે ૧૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મનીષભાઈ ઉર્ફે મુન્નો પ્રસાદભાઈ રાવલ જાતે બ્રાહ્મણ (૪૦) રહે. હરિઓમ પાર્ક સોસાયટી મોરબી, રાજેશભાઈ ઉર્ફે રાજ દલસુખભાઈ અઘારા જાતે પટેલ (૨૮) રહે. હરિઓમ પાર્ક પાસે માર્કો વિલેજ સોસાયટી મોરબી અને બીપીનભાઈ હિંમતભાઈ મહેતા જાતે બ્રાહ્મણ (૫૩) રહે. રામનગરી સોસાયટી ઘૂટું વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે




Latest News