મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

માળિયા (મી)ના નાના દહીંસરા ગામના સરપંચને હોદા પરથી હટાવતા ડીડીઓ


SHARE













માળિયા (મી)ના નાના દહીંસરા ગામના સરપંચને હોદા પરથી હટાવતા ડીડીઓ

મોરબી જિલ્લાના જુદાજુદા ગામમાં સતાનો દૂર ઉપયોગ કરનારા સ્પંચોની સામે કડક કાર્યવાહી ડીડીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે માળિયાના નાના દહીંસરા ગામના સરપંચે ગૌચરની જમીનમાં ખોદકામ કર્યું હતું અને પોતાના અંગત ઉપયોગ માટે માટી લેનારા સરપંચને હોદા ઉપરથી ડીડીઓએ હટાવવા આદેશ કરેલ છે

માળિયા (મી)ના નાના દહીંસરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પ્રવિણભાઇ ગણેશભાઈ ભટાસણાએ પોતાની સતાનો દુરુપયોગ કર્યો હતો અને પોતાના અંગત ફાયદા માટે ગૌચરની જાળવણી કરવાને બદલે ગૌચરની જમીનમાંથી ૮૦ મીટર લાંબુ, ૧૫ મીટર પહોળું તેમજ ૨ મીટર ઊંડું ખોદકામ કરીને માટીનો ઉપયોગ કર્યો હતો આ ઘટનાને ગંભીરતાથી લઈને ડીડીઓ દિગ્વિજયસિંહ ડી. જાડેજાએ આકરા પગલાં લીધેલ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ ની કલમ-૫૭(૧) હેઠળ પ્રવિણભાઇ ભટાસણાને સરપંચનાં હોદ્દા પરથી દૂર કરવામાં આદેશ કરેલ છે 






Latest News