મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે કારખાનામાં રિવર્સમાં આવેલ લોડરના ચાલકે કચડી નાખતા વૃદ્ધનું મોત


SHARE













મોરબીના લાલપર પાસે કારખાનામાં રિવર્સમાં આવેલ લોડરના ચાલકે કચડી નાખતા વૃદ્ધનું મોત

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં માટી વિભાગમાં લોડરના ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન રિવર્સમાં લીધું હતું જેથી ચાલીને પાછળથી પસાર થઈ રહેલા વૃદ્ધ લોડરની હેડફેટે ચડી જતા તેના શરીર ઉપર લોડરના ટાયર ફરી ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના બનાવમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લાલપર ગામે પ્લોટ વિસ્તારમાં નવા બાલમંદિર પાસે રહેતા દિલીપભાઈ પ્રેમજીભાઈ ઓગણજા જાતે પટેલ (૩૨)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર નંબર જીજે ૩૬ એસ ૧૦૫૭ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સનગ્લોઝ સિરામિક કારખાનાના માટી વિભાગમાં તેઓના પિતા પ્રેમજીભાઈ રતુભાઈ ઓગણજા જાતે પટેલ (૬૫) ચાલીને જઈ રહયા હતા ત્યારે લોડર ચાલકે પોતાનું વાહન રિવર્સમાં લેતા સમયે તેઓના પિતાને હડફેટે લીધા હતા જેથી પ્રેમજીભાઈના શરીર ઉપરથી લોડરના વ્હીલ ફરી જતા તેનું મોત નીપજયું હતું ત્યારબાદ આ બનાવ અંગે હાલમાં મૃતકના દીકરા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News