મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન સામે મોરબીમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો


SHARE









વાંકાનેર માર્કેટ યાર્ડના ચેરમેન સામે મોરબીમાં આર્મ્સ એક્ટનો ગુનો નોંધાયો

વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન મોરબીની કોર્ટના કમ્પાઉન્ડમાં આવ્યા હતા અને ત્યા ફાયર આર્મ્સ પ્રતિબંધિત વિસ્તાર હોવાનું જાણવા છતાં પોતાનું પરવાના વાળું હથિયાર બધા જોઈ શકે તે રીતે કમરે બાંધી રાખેલ હતું અને કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો જેથી કરીને હાલમાં તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા આર્મ્સ એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના રહેવાસી અને વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન ચેરમેન ગુલામભાઈ અમીભાઈ પરાસરા જાતે મોમીન (૫૮) ની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગ કોર્ટ કમ્પાઉન્ડમાં ગુલામભાઈ અમીભાઈ પરાસરા પોતાનું પરવાના વાળું હથિયાર બધા લોકો જોઈ શકે તે રીતે કમર ઉપર બાંધીને લઈને આવ્યા હતા અને કોર્ટ કમ્પાઉન્ડ પ્રતિબંધિત વિસ્તારમાં હોવાનું તે જાણતા હોવા છતાં પણ પરવાના વાળું હથિયાર બધાને દેખાય તે રીતે રાખેલ હોવાથી તેની સામે હાલમાં મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારી હિતેશભાઈ મૂળજીભાઈ મકવાણા દ્વારા આર્મ્સ એક્ટની કલમ ૩૦ મુજબ ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે




Latest News