મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે સીરામીક સિટીમાં રહેતા પરિણીતા ગુમ


SHARE













મોરબીના લાલપર પાસે સીરામીક સિટીમાં રહેતા પરિણીતા ગુમ

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીરામીક સિટીમાં રહેતા યુવાનની પત્ની ઘરે કોઈને કશુંકહ્યા વગર ગુમ થઈ ગયેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં તેની પત્ની ગુમ થઈ હોવા અંગેની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુમ થયેલ મહિલાને શોધવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોટી વાવડી ગામના રહેવાસી અને હાલમાં લાલપર ગામ નજીક આવેલ સીરામીક સીટી-એલ ૪ બ્લોક નંબર ૩૦૩ માં રહેતા સુનિલભાઈ ગીરીશભાઈ દવે જાતે બ્રાહ્મણ (૪૭)એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેના પત્ની અંબિકાબેન સુનિલભાઈ દવે જાતે બ્રાહ્મણ ઉંમર (૩૪) ગુમ થયા હોવા અંગેની ગુમસુધા ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગત તા. ૨૧/૧૨/૨૩ ના રોજ સવારના પોણા બાર વાગ્યાના અરસામાં અંબિકાબેન દવે પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર નીકળ્યા હતા ત્યારબાદ આજ દિવસ સુધી તેઓ ઘરે પરત આવેલ નથી અને તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી. જેથી ભોગ બનેલ યુવાને નોંધ આવેલ ગુમસુધા ફરિયાદ આધારે પોલીસે ગુમ થયેલ મહિલાને શોધવા માટે થઈને તજવીજ શરૂ કરી છે

મારા મારીને ઇજા

હળવદ તાલુકાના વેગડવાવ ગામે દયારામ વશરામભાઈ કંઝારીયા (૩૮) નામના યુવાનને વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી જો કે, આ બનાવ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બનેલ છે જેથી કરીને આગળની કાર્યવાહી સ્થાનીક પોલીસ દ્વારા કરવામાં આવશે

વૃદ્ધા સારવારમાં

મોરબીમાં ગઢની રંગ પાસે આવેલ વાણંદ શેરીમાં રહેતા જીન્નતબેન સદરૂદિન અમલાણી (૬૩) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે તેઓના ઘર પાસે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં વૃદ્ધા બાઈકમાંથી નીચે પટકાતા તેઓને શરીરમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ વિપુલભાઈ ફૂલતરિયા ચલાવી રહ્યા છે






Latest News