મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૭ જન્યુઆરીએ યોજાશે


SHARE













મોરબી જિલ્લા કક્ષાની બાળ પ્રતિભાશોધ સ્પર્ધા ૭ જન્યુઆરીએ યોજાશે

રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ પ્રતિભાશોધ સ્પર્ધા૨૦૨૩-૨૪નું આગામી તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ વાંકાનેર તાલુકાના મોહંમદી લોકશાળા, ચંદ્રપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ બાળ પ્રતિભાશોધ સ્પર્ધા મોહંમદી લોકશાળા ખાતે  સવારે ૮:૦૦ કલાકે શરૂ થશે. જેમાં નિબંધ તથા ચિત્રના વિષયો સ્થળ પર જ આપવામાં આવશે. જ્યારે વકતૃત્વ સ્પર્ધાના વિષયો સ્પર્ધકને ૨૪ કલાક અગાઉ પોતાની શાળામાંથી આપવવામાં આવશે.ફોર્મ ભરેલ તમામ સ્પર્ધકોએ તા.૦૭/૦૧/૨૦૨૪ ના રોજ મોહંમદી લોકશાળાએ સવારે  ૮:૦૦ કલાકે હાજર રહેવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News