મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું


SHARE













મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત-પૂજન કરાયું

આગામી ૨૨ મી જાન્યુઆરીના અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યાથી આવેલા પુજીત અક્ષતને દરેક ગામ સુધી પહોંચાડીને ત્યાંથી પ્રત્યેક ઘર સુધી પહોંચાડવાનું મહાઅભિયાન મોરબી જીલ્લામાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત મોરબીના દરબાર ગઢ વિસ્તારમાં પુજીત અક્ષત કુંભનું ધામધૂમથી સ્વાગત- પૂજન સાથે ભવ્ય કળશ યાત્રા કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ કારસેવક અનોપસિંહના નિવાસ સ્થાને મંત્રોચાર દ્વારા અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી લોકો દ્વારા અક્ષત કુંભને શોભાયાત્રા બેન્ડબાજા સાથે ગરબા-રાસ કરતા કરતા મોચી ચોકથી મધુર ચોક, ગ્રીન ચોકથી દરબાર ગઢ થઈને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે અક્ષત કુંભના સામૈયા કર્યા હતા આ સમગ્ર શોભા યાત્રામાં લોકો દ્વારા અક્ષત કુંભનું સ્વાગત-પૂજન કરીને ધન્યતાની અનુભૂતિ કરતા જોવા મળ્યા હતા અને દેશળ ભગત હોલે શ્રી રામ મંદિરે ધર્મસભામાં પીપળી ગામના હરિહર આશ્રમના મહંત શરદ મુનિ ઉદાસીને આશીર્વચન આપ્યા હતા તેમજ કાર સેવકો પ્રદીપભાઈ વાળા અને અનોપસિંહ જાડેજાએ ૧૯૯૦-૯૨ ની કાર સેવાની યાદોને તાજી કરી હતી અને રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના મુખ્ય વક્તા પિન્ટુભાઈ મેરજાએ રામ જન્મભૂમિના સંઘર્ષની વાત કરી હતી અને આગામી ૨૨ જાન્યુઆરીએ દિવાળીથી વિશેષ ઉજવણી કરવા લોકોને આહવાન કર્યું હતું






Latest News