મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામ પાસે છોટાહાથીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE













મોરબીના જેપુર ગામ પાસે છોટાહાથીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવે જેપુર ગામ પાસે છોટાહાથી વાહનના ચાલકે બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લૂંટવાદર ગામે રહેતા સુરેશભાઈ રામજીભાઈ અંબાલીયા (૩૮) નામનો યુવાન મોરબીથી પોતાના ઘરે લૂંટાવદર ગામ તરફ બાઈક લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં જેપુર ગામ પાસે છોટાહાથી વાહનના ચાલકે તેના બાઈકને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં સુરેશભાઈને જમણા હાથે અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

યુવતી સારવારમાં

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના જુના ખોટું રોડ ઉપર આવેલ સીમ્પોલો કારખાનાની લેબર કોલોનીમાં રહેતા શર્મિલાબેન મોહનલાલ (૧૮) નામની યુવતી કોઈ કારણોસર ત્રીજા મળેથી નીચે પટકાતા તેને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ જશપાલસિંહ જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાઘપરા શેરી નં-૧૪ માં ગાયત્રી મંદિર પાસે રહેતા કસ્તુરબેન રમેશભાઈ કંઝારીયા (૪૭) એક્ટિવમાં મોરબીના ગ્રીન ચોક પાસેથી પસાર થતા હતા ત્યારે ચુંદડી ટાયરમાં ફસાઈ જવાથી અકસ્માત થયો હતો જેમાં કસ્તુરબેનને ડાબા પગે ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા બાયપાસ રોડ પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા મંજુબા રામસિંહ સિસોદિયા (૫૫) નામના મહિલા કંડલા બાયપાસ રોડ ઉપર બાઈકમાં બેસીને જતા હતા તે સમયે આનંદનગર નજીક રસ્તા ઉપર કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં મહિલાને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News