ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ગીડચ નજીક કારખાનામાં આગ લગતા મશીનરી, માલ અને શેડમાં એક કરોડનું નુકશાન


SHARE













મોરબીના ગીડચ નજીક કારખાનામાં આગ લગતા મશીનરીમાલ અને શેડમાં એક કરોડનું નુકશાન

મોરબીના પાનેલી રોડ ઉપર ગીડચ ગામ પાસે આવેલ કારખાનામાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાના કારણે કારખાનામાં કાચો માલ, તૈયાર માલ, શેડ અને મશીનરીમાં નુકસાન થયેલ છે જેથી કરીને કુલ મળીને એક કરોડથી વધુની નુકસાની હોવા અંગેની હાલમાં કારખાનેદાર દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ ઉપર રહેતા જગદીશભાઈ પ્રભુભાઈ જાકાસણીયા જાતે પટેલએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગ લાગવાથી કારખાનામાં એક કરોડથી વધુનું નુકસાન થયું હોવાની જાણ કરી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ ગીડચ ગામ પાસે ડી.એમ.કે. પાર્ટીકલ બોર્ડ એલએલપી નામનું તેઓનું કારખાનું આવેલ છે તેમાં આગ લાગવાની ઘટના બની હતી અને ત્યારે કારખાનામાં રિમેલ મશીનમાં આગ લાગી હતી અને ત્યાર બાદ ધડાકો થતા આસપાસમાં આગ પ્રસરી ગઈ હતી જેથી કરીને રીમેલ સાયક્લોન મશીન, ડ્રાયર મશીન, સાયલા, રીમીલ ડ્રાયર, પેનલ, શેડ તથા અન્ય મશીનરીમાં નુકસાની થઈ હતી તેમજ ૩૫ ટન કાચો માલ અને ૧૫૦૦ નંગ જેટલી તૈયાર સીટ આમ કુલ મળીને અંદાજે એક કરોડથી વધુનું નુકશાન હોવાની જાણ કરેલ છે જેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાપડીયા ચલાવી રહ્યા છે

બાઈક સ્લીપ

મોરબીના જૂના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાના સામે રસ્તા ઉપરથી બાઇક લઈને ખુમાનસિંહ ચૌહાણ (૫૦) રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ મેઇન રોડ મોરબી વાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જવાના કારણે તેઓને ઈજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા ગુણવંતીબેન છોટાલાલ કનેરીયા (૬૮) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આવેલા ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ગુણવંતીબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News