મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના ભલગામ પાસે કારખાનામાં શોર્ટ લગતા સારવારમાં લઈ જવાયેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ કારખાનાની અંદર કામગીરી દરમિયાન યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે ખસેડાયા હતા અને સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું જેથી અકસ્માતના બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ પાસે આવેલ વેન્ટો ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીની અંદર કામગીરી દરમિયાન પ્રકાશકુમાર નોષાદ (ઉંમર ૨૨) નામના યુવાનને વીજ શોક લાગ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે લઈ ગયા હતા જો કે, સારવાર કારગત ન નિવડતા તેનું મોત નિપજયુ હતું ત્યાર બાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આધેડનું મોત

ટંકારા તાલુકાના વાછકપર ગામે રહેતા રાજેશભાઈ કરસનભાઈ સાકરીયા (ઉંમર ૫૦) ને ઉધરસ આવતાં બેભાન થઈ ગયા હતા અને ત્યારબાદ તેને બેભાન અવસ્થામાં રાજકોટ ખાતે સારવાર માટે લઈને ગયા હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા માટે આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News