મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી સેલ દ્વારા લખમીપુરના દોષીતોને કડક સજાની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું
મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી
SHARE
મોરબી શહેરમાં બંધ સ્ટ્રીટ લાઈટો ચાલુ ન થાય તો પાલિકાને તાળાબંધી કરવા સામાજિક કાર્યકરોની ચીમકી
મોરબી પાલિકામાં કોઈ વિપક્ષના સભ્ય છે જ નહિ તો પણ લોકોની સુવિધામાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે હાલમાં મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે મોરબીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રીટ લાઈટો બંધ છે અને કેટલા વિસ્તારોમાથી સ્ટ્રીટ લાઇટો ચોરી કરવામાં આવેલ છે તો પણ તેની દરકાર લેવામાં આવી રહી નથી ત્યારે દશેરા અને દિવાળી જેવા રોશનીના પર્વ આવી રહ્યા છે ત્યારે જો ગામમાં અંધારા દૂર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં પાલિકાને તાળાબંધી કરવાની ચીમકી સામાજિક કાર્યકરોએ ઉચ્ચારી છે
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઇ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરીયા, મુસાભાઈ બ્લોચ અને જીજ્ઞેશભાઈ પંડ્યાએ હાલમાં કલેક્ટરને રજુઆત કરી છે કે, શહેરના સામાકાંઠે નટરાજ ફાટકથી ધરમપુર રોડ ઉપર છેલ્લા સાત મહિનાથી સ્ટ્રીટ લાઈટો બંધ છે, પી.ડબ્લ્યુ, ડી. કચેરી તથા ત્રાજપર ચોકડીથી તાલુકા પોલીસ સ્ટેશન સુધીના રોડ ઉપર અમુક લાઈટો ચોરાઈ ગઈ છે અને અમુક લાઈટો બે માસથી બંધ છે, અયોધ્યાપુરી મેઈન રોડ જલારામ મંદિરવાળો આખા રોડે અંધારા છે, કેનાલ રોડ ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ સુધી, વીસી ફાટકથી ધક્કાવાળી મેલડી માતાના મંદિર સુધી અંધારપટ્ટ છે તેના માટે અનેક વખત રજૂઆતો કરી છે તો પણ કામ કરવામાં આવતું નથી જેથી કરીને લોકો હેરના થાય છે હાલમાં મોરબી પાલિકામાં તમામ સભ્યો ભાજપના છે અને વિપક્ષ છે જ નહીં તો પણ લોકોની પ્રાથમિક સુવિધાઓમાં વધારો કેમ થતો નથી તે સૌથી મોટો સવાલ છે ત્યારે હાલમાં જે સ્ટ્રીટ લાઈટો બંધ છે તેને આગામી ૧૫ દિવસમાં ચાલુ કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને પાલિકા કચેરીને તાળાબંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચાર છે