મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે ખાડાના લીધે બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસે રસ્તામાં આવેલ ખાડાના કારણે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને બાઇક લઈને જઈ રહેલા વૃદ્ધ નીચે પટકાતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રોડ ઉપર આવેલ રાજ સોસાયટીમાં રહેતા અરૂણભાઇ રઘુનાથભાઈ (૫૬) નામના વૃદ્ધ બાઈક લઈને મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ખાડાના કારણે અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવમાં અરૂણભાઇને ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માત

મોરબીના વેજીટેબલ રોડ ઉપર ભીમસર પાસે રહેતા દિનેશભાઈ ગગજીભાઈ કુંઢીયા (૪૫) નામનો યુવાન જૂની એસપી ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે વાહન અકસ્માતના બનવામાં તેને ઈજા થવાથી ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિલ્વર સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મુનું દિનેશકુમાર પાંડે (૨૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની વધુ તપાસ વી.કે. ચાવડા ચલાવી રહ્યા છે

અકસ્માત

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી જયાબેન દેવજીભાઈ રેસિયા (૩૦) નામની મહિલા રીક્ષામાં બેસીને જીવાપર આમરણ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં જયાબેનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News