મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ


SHARE









મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ

મોરબી રવાપર ગામ ઉમીયા સોસાયટીમાં રહેતા યુવાને રાજકોટમાં રહેતી પરિણીતા સાથે મૈત્રી કરાર કરેલ છે અને છેલ્લા બે મહિનાથી મહિલા તેની સાથે મોરબીમાં રહેતી હતી દરમ્યાન મહિલાના પતિ, સસરા અને દિયર સહિતના શખ્સો દ્વારા યુવાનનું કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું જેની મહિલાએ ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે અગાઉ ૧૦ આરોપીની ધરપકડ કરી હતી અને હાલમાં આ ગુનામાં વધુ પાંચ આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના રવાપર ગામે રહેતા વર્ષોબેન હરેશભાઇ હામાભાઇ કરમટાએ મૈત્રી કરાર કરેલ હોય તે રવાપર ગામે રહેતા રમેશભાઇ ખોડાભાઇ નાગહ સાથે રહેતા હતા તેવામાં ફરીયાદીના પતિ હરેશભાઇ હામાભાઇ કરમટા તેમજ તેમના સસરા અને દિયર સહિતનાઓ દ્વારા રમેશભાઇ ખોડાભાઇ નાગહનું ઇકો ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલ હતા જેની મોરબી એ ડિવિઝન પોલીસને ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેના આધારે પોલીસે અગાઉ મહિલાના પતિ સહિત કુલ મળીને ૧૦ આરોપીની ધરપકડ કરી હતી હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી ભીખાભાઈ ગોગાભાઇ ખાંભલા જાતે રબારી (૨૮) રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ, વિપુલભાઈ માવજીભાઈ નાગહ જાતે રબારી (૨૫) રહે. સાગરનગર માર્કેટ યાર્ડ પાસે રાજકોટ, રાયાભાઈ જેરામભાઈ મીઠાપરા જાતે કોળી (૬૦) રહે. ભારતનગર આજીડેમ ચોકડી રાજકોટ, હિતેશભાઈ લખધીરભાઈ મકવાણ જાતે રબારી (૨૬) રહે. ભીમાદળ તાલુકો ગઢડા જિલ્લો બોટાદ અને સંદીપ વાઘાભાઈ રાઠોડ જાતે રબારી (૨૦) રહે. ઢાંકણીયા રોડ પકા શેઠની વાડીએ બોટાદ વાળાની ધરપકડ કરેલ છે

ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાની હદમા આવતા સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સ્ટોન કારખાનાની કોલોનીમાં રહેતા કમલેશભાઈ પારસનાથ યાદવ (૪૧) નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસની હદમાં બનેલ છે જેથી કરીને ત્યાં આ બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News