મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

ધાડ પાડું ગેંગે મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં ચોરીની કરી હોવાનું આપી કબૂલાત: ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરી


SHARE













ધાડ પાડું ગેંગે મોરબીના સ્વામી નારાયણ ગુરુકુળમાં ચોરીની કરી હોવાનું આપી કબૂલાત: ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરી

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસેથી પોલીસે ટવેરા ગાડી સાથે એમપીની ધાડ પાડું ચડ્ડીબનિયા ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા અને તેની પોલીસે આગવી ઢબે પૂછપરછ શરૂ કરી હતી અને આ આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા દરમ્યાન આ ગેંગ દ્વારા મોરબી તાલુકાનાં ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવવામાં આવ્યું હોવાની તેને કબૂલાત આપેલ છે જેથી કરીને સ્વામી નારાયણ ગુરુકુળમાં થયેલ રોકડા ૮૫ હજારની ચોરીના ગુનામાં પોલીસે હાલમાં ૧૭,૫૦૦ નો મુદામાલ કબજે કરેલ છે અને ચોરીની આ ઘટના આ આરોપીની સાથે સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે જુદીજુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને મોરબી જિલ્લા સહિત જુદાજુદા જિલ્લાઓમાં થયેલ ચોરીમાંથી ઘણા ગુનાના ભેદ ઉકેલાઈ તેવી શક્યતા છે

મોરબીના લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટેલ નજીક થોડા દિવસો પહેલા સાઈ કાંટા પાસે ઉભેલ સેવરોલેટ કંપનીની ટવેરા કાર નંબર જીજે ૧૮ બીએચ ૪૪૭૪ ને પોલીસે ચેક કરી હતી ત્યારે તેમાંથી બે નાના મોટા ડિસમિસલોખંડનો ગણેશિયોમાથા ઉપર પહેરવાની ટોર્ચ બત્તી, કટર વગેરે જેવા સાધનો અને હથિયાર મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે કુલ મળીને ૧.૧૦ લાખનો મુદામાલ કબજે કર્યો હતો અને બેઠેલા શખ્સોમાંથી કૈલાશભાઈ પારસિંગ ભુરીયા જાતે આદિવાસી (૩૧)પિયારસિંગ ઉર્ફે ભગત રણજિત વસુનીયા જાતે આદિવાસી (૪૫) અને જયદીપ રણુભાઈ બામણીયા જાતે આદિવાસી (૨૪) રહે. ત્રણેય મધ્ય પ્રદેશ વાળાની ધરપકડ કરેલ હતી જે આરોપીઓ હાલમાં રિમાન્ડ ઉપર છે અને જે તે સમયે પોલીસને ચકમો આપીને વિજય રૂપસિંગ ભુરીયામુકેશ દલસિંગ અમલીયારપપ્પુ બુલુર આદિવાસી અને ભાયા નકતા આદિવાસી નાશી ગયેલ છે તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દરમ્યાન મોરબી નજીકના ધરમપુર ગામની સીમમાં આવેલ સ્વામી નારાયણ ગુરુકુળને નિશાન બનાવીને ત્યાં ચોરી કરી હોવાની આ ગેંગના પકડાયેલા ત્રણ સાગરીતોએ કબૂલાત આપી હતી જેથી મોરબી તાલુકા પોલીસે મુળ વેજલપરના રહેવાસી અને હાલમાં મોરબીના અક્ષરધામપાર્કમાં રહેતા અને સેવાપૂજા કરતાં ઇશ્વરભાઇ કરશનભાઇ કૈલા જાતે પટેલ (૬૪)ની ચોરીની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી કરી હતી અત્રે ઉલેખનીય છે કે, સ્વામીનારાયણ ઇન્ટરનેશનલ ગુરૂકુળમાં અજાણ્યા છ ચોર ગત તા ૨૫/૧૨ ના રોજ સ્કુલ બિલ્ડીમાં રાત્રીના સમયે આવ્યા હતા જે ત્યાના સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ છે અને સ્કુલ બિલ્ડીંગમાં ઓફીસની બારી તોડીને વિદ્યાર્થીઓની સ્કુલ ફીના રોકડ ૮૫,૦૦૦ ની ચોરી કરી હતી જે ગુનાની હાલમાં પકડાયેલ એમપીની આ  ચડ્ડીબનિયા ગેંગના ત્રણ સાગરીતોએ કબૂલાત આપી હતી જેથી કરીને પોલીસે તેની પાસેથી ૧૭,૫૦૦ ની રોકડ કબજે કરેલ છે અને આ શખ્સોની સાથે સીસીટીવી ફૂટેજમાં દેખાતા અજાણ્યા શખ્સોને શોધવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે અને મોરબી જિલ્લા સહિત જુદાજુદા જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં થયેલ ચોરીની ઘટનાઓમાંથી ઘણા ગુનાના ભેદ ઉકેલાઈ તેવી હાલમાં શક્યતા દેખાઈ રહી છે






Latest News