મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે સ્વ.છબીલદાસ કોટેચા પરિવારના સહયોગથી યોજાએલ નેત્રમણી કેમ્પનો ૪૦૩ દર્દીઓએ લાભ લીધો


SHARE













મોરબી જલારામ મંદિરે સ્વ.છબીલદાસ કોટેચા પરિવારના સહયોગથી યોજાએલ નેત્રમણી કેમ્પનો ૪૦૩ દર્દીઓએ લાભ લીધો
 
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો જેનો ૪૦૩ દર્દીઓએ લાભ લીધો હતો.તે ઉપરાંત ૨૦૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી  રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યુ હતુ.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.આ માસનો કેમ્પ સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા (હ.ગીરીશભાઈ તથા ભરતભાઈ) પરિવારના સહયોગથી યોજાયો હતો.
 
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, રમણીકભાઈ ચંડિભમર, અરવિંદભાઈ સોમૈયા, પારસભાઈ ચગ, સંજય હીરાણી, હીતેશ જાની, મુકુંદભાઈ મીરાણી, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે.કેમ્પનો લાભ લેવા માટે અગાઉથી નામ નોંધાવવાની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.





Latest News