મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ


SHARE















મોરબી નજીકથી દેશી તમંચા સાથે એક શખ્સની ધરપકડ: એકની શોધખોળ

મોરબીના વીસીપરામાંથી ગોર ખીજડીયા રોડ તરફ જવાના રસ્તે પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરેલ છે અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે અને ગાંધીધામના શખ્સને પકડવા માટે થઈને પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબી જિલ્લા એસઓજીની ટીમ વીસીપરાથી ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપર હતી ત્યારે એક શખ્સ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દસ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી દિનમહમદ તાજમહમદ ભટ્ટી જાતે મિયાણા (૪૮) રહે. મૂળ માળિયા તાલુકો હાલ રહે કાલાવાડ શીતલા રોડ જામનગર વાળાની પોલીસે ધરપકડ કરેલ છે અને પ્રાથમિક પૂછપરછમાં ગાંધીધામના રહેવાસી સલીમ નામના શખ્સનું નામ સામે આવ્યું છે જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધેલ છે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે આગળની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એલ. વાઘેલા ચલાવી રહ્યા છે

બાઈકમાંથી નીચે પટકાયા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા મકુબેન બાબુભાઈ (૭૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળ બેસીને દવા લેવા માટે થઈને જઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે રસ્તા ઉપર બાઈકમાંથી પડી જવાને કારણે તેને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ એમ.જે. કહાંગરા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે રહેતા સુદ્રતાદાસ (૨૯) નામનો યુવાન મોરબીની લખધીરપુર ચોકડી પાસે થી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે બાઇક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની વધુ તપાસ એચ.એમ. મકવાણા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

માળિયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા પુનાભાઈ લાભુભાઈ લાખાણી (૨૦) અને જયદીપભાઇ લાલજીભાઈ લાખાણી (૨૪) નામના બે યુવાનો બાઇક લઈને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લૂંટાવદર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી બંને યુવાનોને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News