વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી તમંચા સાથે પકડાયેલા શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













મોરબી નજીકથી તમંચા સાથે પકડાયેલા શખ્સનાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના વીસીપરામાંથી ગોર ખીજડીયા રોડ તરફ જવાના રસ્તે પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૦ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરેલ હતું અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો જે પૈકીનાં પકડાયેલા આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરાથી ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી એક પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દસ હજાર રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી દિનમહમદ તાજમહમદ ભટ્ટી જાતે મિયાણા (૪૮) રહે. મૂળ માળિયા તાલુકો હાલ રહે કાલાવાડ શીતલા રોડ જામનગર વાળાની પોલીસે ધરપકડ કરેલ હતી અને આ શખ્સ પાસેથી ગાંધીધામના રહેવાસી સલીમ નામના શખ્સનું નામ સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે બંને સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આ અંગેની તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.એલ. વાઘેલા ચલાવી રહ્યા હોય તેને આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જેથી આરોપીને સાથે રાખીને હથિયાર કયાંથી આવેલ છે અને શા માટે તે પોતાની સાથે હથિયાર રાખતો હતો અને ગાંધીધામના જે શખ્સનું નામ સામે આવેલ છે તેને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કરેલ છે






Latest News