મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE









મોરબી તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત: હળવદના મિયાણી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસે કારખાનાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને આપઘાત કર્યો છે જ્યારે જાંબુડીયા ગામ નજીક કારખાનામાં ઊંચાઈ ઉપરથી નીચે પડતાં ઇજા પામેલા આધેડનું સારવાર દરમ્યાન મોત નીપજયું છે અને હળવદના મિયાણી ગામ નજીક ટીકર રોડ ઉપર નર્મદાની કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત નીપજ્યું છે આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી માળીયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામની સીમમાં લેમિકોન કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રોહિતભાઈ પપ્પુભાઈ સિંગર (19) નામના યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને રમેશભાઈ ભુરીયા મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મોરબીના ત્રાજપર વિસ્તારના રહેવાસી અને હાલમાં રફાળેશ્વર ગામે આવેલ મચ્છુનગર વિસ્તારમાં રહેતા રમેશભાઈ જીવણભાઈ કુંવરિયા (51) નામના આધેડ મોરબી નજીકના જાંબુડીયા ગામ પાસે આવેલ સીરમિક કારખાનામાં ઊંચાઈ ઉપર કામ કરતા હતા દરમિયાન કોઈ કારણસર ઉપરથી નીચે પટકાવાના કારણે તેઓને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા જોકે રાજકોટ ખાતે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા અને મજૂરીકામ કરતાં સંજયભાઈ ધુળાભાઈ રંભાણી (38) નામનો યુવાન મિયાણી ગામથી ટીકર ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ચંડી પેટ્રોલ પંપ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલના પાણીમાં કોઈપણ કારણોસર અકસ્માતે પડી ગયો હતો જેથી પાણીમાં ડૂબી જવાના કારણે સંજયભાઈનું મોત નિપજ્યું હોય તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે આવ્યા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈના ભાઈ રમેશભાઈ રંભાણી (52) રહે. મિયાણી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News