વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરૂપતિ સોસાયટીમાં આધેડે જીવન ટુંકાવ્યુ, સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં મહિલાએ જીવન ટુંકાવ્યુ
Breaking news
Morbi Today

મોરબી: માસા-માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષની કિશોરીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE













મોરબી: માસા-માસીના ત્રાસથી કંટાળીને ઘર છોડીને નીકળી ગયેલ ૧૩ વર્ષની કિશોરીનું પરિવાર સાથે કરાવ્યુ મિલન

૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ કિશોરીનું પરિવાર સાથે કરાવ્યું મિલન, માસા-માસીના ત્રાસથી કંટાળી કિશોરી ઘરેથી કહ્યા વગર નીકળી ગઈ હતી.મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ બની રહી છે.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોઇ જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે વાંકાનેર હાઈવે ઉપર એક કિશોરી છેલ્લા દસ કલાકથી આમ-તેમ આંટા ફેરા કરે છે તેણી કાંઈ પણ બોલતી નથી અને ખૂબ જ ગભરાયેલા છે તેથી પીડીત કિશોરીને ૧૮૧ ની ટીમની મદદ ની જરૂર છે.જેના પગલે ૧૮૧ ના કાઉન્સિલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ પ્રદિપભાઇ ઘટના સ્થળે કિશોરીની મદદ માટે પહોંચ્યા હતા.

૧૮૧ ટીમ દ્વારા કિશોરી સાથે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કિશોરી ખૂબ જ ગભરાયેલી હતી કિશોરીને સાંત્વના આપેલ અને મોટીવેટ કરેલ.કિશોરીનું કાઉન્સિલીગ કરતા તેણીએ જણાવેલ કે તેમના માતા-પિતા બંને મૃત્યુ પામ્યા અને હાલ તેઓ છેલ્લા બે મહિનાથી તેમના માસા-માસી સાથે એક કંપનીમાં રહેતી હતી.ત્યારબાદ કિશોરીએ જણાવેલ કે કામકાજ બાબતે તેમની માસી ખીજાતા હતા અને ઢોર માર મારતાં હતાં તેમજ ઘરની બહાર નીકળી જા તેવું કહેતા હતા અને અયોગ્ય વર્તન કરતા હતા અને તેમની માસી જમવા બાબતે રોજ ત્રાસ આપતા હતા.અને તેમના માસી તું મરી જા તેવું ખરાબ બોલતા હતા.જેથી કિશોરી કંટાળીને ઘર છોડીને કોઈને પણ કહ્યા વગર ચાલતા ચાલતા વાંકાનેર ચોકડીએ પહોંચી ગઈ હતી.ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના પરિવારના સભ્યોનો કોન્ટેક્ટ કરેલ અને તેમના માસા-માસી સાથે વાતચીત કરેલ તેઓએ જણાવેલ કે દસ કલાકથી અમારી જાણ બહાર તેમની દિકરી કહ્યા વગર નીકળી ગયેલ.તેમણે ઘણા પ્રયત્નો કરેલ પરંતુ તેમની દિકરી મળેલ નહીં. ત્યારબાદ ૧૮૧ ટીમ દ્વારા કિશોરીના માસા-માસીનું કાઉન્સિલિંગ કરાયું હતુ. તેમજ દિકરી સાથે અયોગ્ય વર્તન ન કરવા અને મારઝુડ ન કરવા બાબતે લાંબી સમજાવટ આપવામાં આવી હતી.તેમજ કિશોરીનું ધ્યાન રાખવા અને તેણીને શિક્ષણ આપવા તેમના માસા-માસીને જણાવેલ અને તેઓ દ્વારા કિશોરીની પૂરેપૂરી સંભાળ લેવા ખાતરી આપી હતી.






Latest News