મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના નિવૃત ગુરુજનોનો ગૌમાતા માટે અનોખો સેવાયજ્ઞ


SHARE









મોરબીના નિવૃત ગુરુજનોનો ગૌમાતા માટે અનોખો સેવાયજ્ઞ

મોરબીના મહેન્દ્રનગર નીવાસી રણછોડભાઈ ઓડિયા કે જેઓ ઘણા બધા વર્ષો ઈશ્વરનગર શાળામાં અને ત્યારબાદ પંદરેક વર્ષ રંગપર શાળામાં શિક્ષક તરીકે સંનિષ્ઠ સેવા બજાવી સેવા નિવૃત થયા, સતત પ્રવૃત્તિસીલ રહેતા રણછોડભાઈ ઓડિયાને નવરાશના સમયમાં કંઈક સેવાકાર્ય કરવાનો વિચાર આવતા પરિવારના લોકો પોતાન ધર્મપત્ની, બે દિકરા અને પુત્રવધૂ સમક્ષ પ્રસ્તાવ મુક્યો કે મારે ગૌમાતા માટે કંઈક કરવું છે.સોસાયટીમાં એપાર્ટમેન્ટમાં ઘણા બધા અન્નનો બગાડ થતો હોય છે અને એઠવાડ બની જાય છે અને કોઈને કામ આવતો નથી આ અન્ન એકત્ર કરવાનું રણછોડભાઈ ઓડિયાએ બીડું ઝડપ્યું,પરિવારજનોએ પણ સંમતિ આપી એટલે રણછોડભાઈએ ઓટો રીક્ષા ખરીદી, પચાસ જેટલી કલરની ડોલ  કલરવાળા પાસેથી પ્રાપ્ત કરી અને પ્રભુકૃપા ટાઉનશીપ, સોમનાથ ટાઉનશીપ, ક્રાંતિજ્યોત ટાઉનશીપ, હરિગુણ સોસાયટી વગેરેમાં એપાર્ટમેન્ટ નીચે એ ડોલો મૂકી દીધી અને લોકોને જણાવ્યું કે વધેલું અન્ન આ ડોલમાં નાખજો હું દરરોજ આવીને લઈ જઈશ, બસ રણછોડભાઈનું સેવાકાર્ય શરૂ થયું ઓટોરીક્ષા ચલાવતા નહોતી આવડતી છતાં શીખી લીધી અને અમરનગર શાળામાં નિવૃત થયેલ સારસ્વત શિક્ષક મનસુખભાઈ ચારોલાનો સાથ મળ્યો, બને નિવૃત ગુરુજનો ગૌમાતા માટે રોટલી રોટલાનું સોરટિંગ કરી અખાદ્ય વસ્તુઓ દૂર કરી દરેક એપાર્ટમેન્ટ નીચેથી ડોલ એકત્ર કરી રિક્ષામાં ડોલ ગોઠવી નિરાધાર ગૌ સવર્ધન ખાતે દરરોજ પોતાના હાથે નિરણ, ઘાસચારાની સાથે ગાયોને ખવડાવે છે ૧૪ જાન્યુઆરી ૨૦૨૩ થી શરૂ કરેલું આ સેવાકાર્ય સતત અવિરત ચાલુ છે




Latest News