મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ખાખરેચી ગામે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની કરાશે ઉજવણી


SHARE









માળીયા (મી)ના ખાખરેચી ગામે જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની કરાશે ઉજવણી

આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે શાનદાર રીતે કરવામાં આવનાર છે.  આ રાષ્ટ્રીયપર્વની ઉજવણીની તૈયારીઓ અંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરવા, પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઈમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી. બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




Latest News