જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ અને સન્માન સમરોહ યોજાયો


SHARE













મોરબીમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમનો વાર્ષિક સમારોહ અને સન્માન સમરોહ યોજાયો

મોરબીના રવાપર ગામે આવેલ દ્વારિકાધીશ ફાર્મમાં ઉમિયા સર્વિસ કલાસ ફોરમ દ્વારા વાર્ષિક સન્માન સમારોહ યોજાયો હતો ત્યારે ઉમિયા સર્વિસ કલાસ ફોરમના પ્રમુખ અશ્વિનભાઈ જી. એરણિયા દ્વારા સર્વે મંચસ્થ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ તકે પોપટભાઈ કગથરા (પ્રમુખ, ઉમિયા માનવ સેવા ટ્રસ્ટ),ડૉ. મનુભાઈ કૈલા (પ્રમુખ, સમૂહ લગ્ન સમિતિ), કેશુભાઈ આદ્રોજા (પ્રમુખ, ઉમિયા સમાધાન પંચ), લિંબાભાઈ મસોત (પ્રમુખ, ઉમિયા મેરેજ બ્યુરો), ડૉ. ભાવેશભાઈ જેતપરિયા (પૂર્વ પ્રમુખ ઉમિયા સર્વિસ  કલાસ ફોરમ), ભાણજીભાઈ આદ્રોજા (પ્રમુખ સિનિયર સિટીઝન) તેમજ દિનેશભાઈ વડસોલા (પૂર્વ મંત્રી, ઉમિયા સર્વિસ કલાસ ફોરમ) ખાસ ઉપસ્થિત રહ્યાં હતા અને તેઓના હસ્તે તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી અને વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ બઢતી પ્રાપ્ત કરતા અને નિવૃત થયેલા અધિકારી અને કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ આગેવાનોએ વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું આ સમારોહનું સંચાલન હર્ષદભાઈ ટી. મારવાણિયા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ફોરમ પરિવારના સર્વે કારોબારી સભ્યો, સલાહકાર સમિતિના સભ્યઓ, જુદી જુદી સમિતિના  કન્વીનરોએ જહેમત ઉઠાવી હતી






Latest News