મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત


SHARE









મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવાના ગુનામાં પકડાયેલા આરોપીઓ જામીન મુક્ત

મોરબીના રવાપર ગામેથી યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું જેની એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આરોપીઓને જેલ હવાલે કરેલ હતા આ આરોપીઓના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીઓને જામીન ઉપર મુકવ કોર્ટે હુકમ કરેલ છે

મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ હતી કે ફરીયાદી તથા સાહેદ બંને મૈત્રી કરાર કરી સાથે રહેતાં હોય જેનું મનદુ:ખ રાખી, આરોપીઓએ ભોગબનનાર સાહેદનું અપહરણ ઇકો ગાડીમાં કરી ગયા હતા અને આરોપીઓ વાડીએ લઈ જઈ ત્યાં તેને ઝાડ સાથે દોરડા વડે બાંધી રાખી લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી મહિલાની ફરીયાદના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૯૫, ૩૨૩, ૩૯૮, ૩૪૨, ૧૪૩, ૧૪૭, ૧૪૯, ૪૪૭, ૫૦૪, ૫૦૬(૨), ૧૨૦(બી) તથા જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓ હરેશ, હામાભાઈ, માત્રાભાઈ, ભુપતભાઈ, ભોલાભાઈ, વીપુલભાઈ, રાયાભાઈ હીતેશભાઈ, સંદીપભાઈ અને પરેશભાઈની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આ આરોપીઓએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફતે મોરબી કોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી. ત્યારે આરોપી તરફે ધારદાર કાયદાકીય દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીઓને શરતી જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના સીનીયર એડ્વોકેટ દીલીપભાઈ અગેચાણીયા, જીતેન અગેચાણીયા, જે.ડી. સોલંકી, કુલદીપ ઝીંઝુવાડીયા, ૨વી ચાવડા, હીતેશ પરમાર રોકાયેલા હતા




Latest News