મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સરકારી શાળા અને વંચિત વિસ્તારના બાળકોને હનુમાન અંશ ધાર્મિક બતાવવામાં આવી મોરબીના મહેન્દ્રનગર પાસે ટ્રક ચાલકે બોલેરોને ટકકર મારતા વૃધ્ધા સારવારમાં મોરબીમાં રિક્ષા ચાલકે બાઈકને હડફેટે સરકારી કર્મચારીનું મૃત્યુ થવાના કેસમાં ૪૨ લાખનુ વળતર ચૂકવવા આદેશ મોરબી જિલ્લામાં JOSH ટીમના માધ્યમથી ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ અપાયો ખેલ મહાકુંભ: મોરબી મહાપાલિકાકક્ષા તથા ગ્રામ્ય અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓનો કાર્યક્રમ જાહેર કરાયો મોરબીના કલેક્ટર સ્વપ્નિલ ખરેની હાજરીમાં ભેરડા ખાતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઈ મોરબીના શ્રી આશાપુરા ગ્રુપ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે ૧૮ વર્ષથી હરતો ફરતો સેવા કેમ્પ
Breaking news
Morbi Today

સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન


SHARE









સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ: ગુજરાત ભાજપ સાંસ્કૃતિક સેલ દ્વારા વિવિધ કલા-સ્પર્ધાનું આયોજન

રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી સંદર્ભે ભાજપ-ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા ‘સબ કે રામ, ઓન ઈન્સ્ટાગ્રામ’ નામે વિવિધ કલા- સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રજીસ્ટ્રેશન ૧૩ મી સુધી કરાશે અને ૧૮ મી તારીખ સુધીમાં ક્રુતિ મોકલાવી આપવાની રહેશે

જેમાં રામ, રામાયણના પાત્રો, પ્રસંગ, રામજન્મ ભૂમિ તીર્થ અને તે માટેનો સંઘર્ષ, વર્તમાન સમયમાં રામાયણ અને તેના મૂલ્યો જેવાં રામાયણને લગતાં વિષયો પરનાં સર્જન વિવિધ કલા માધ્યમો દ્વારા પ્રસ્તુત કરવાના રહેશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે વય મર્યાદા ૧૦ વર્ષથી ઉપર (તા.૧ જાન્યુઆરી, ૨૦૨૪ ના રોજ) ની રહેશે. દરેક સ્પર્ધાની સમય મર્યાદા વધુમાં વધુ ૩ મિનિટની રહેશે. આ સ્પર્ધાના માધ્યમમાં કાવ્ય રચના (પોતાના મૌલિક કાવ્યનું પઠન), ચિત્રકળા, એકપાત્રી અભિનય/ મોનોએક્ટીંગ, ગીત- સંગીત (સોલો તેમજ ગૃપ), વાર્તા કથન/ પ્રસંગ પ્રસ્તુતી, ભજન મંડળી જેવી સ્પર્ધાઓ યોજાશે. આ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને તેના માટે રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તા. ૧૩ જાન્યુઆરી રાખવામા આવેલ છે અને રજીસ્ટ્રેશન કરવા માટે Registration link : https://forms.gle/B2d9FbazdWDMW93W9 લીંક ટચ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને જેને ભાગ લીધેલ હોય તે સ્પર્ધકોએ પોતાની કૃતિ તા ૧૮ જાન્યુઆરી સુધીમાં અપલોડ કરવાની રહેશે. આ સ્પર્ધામાં મોરબીના વધુમાં વધુ લોકો ભાગ લે તેના માટે ભાજપ- ગુજરાત સાંસ્કૃતિક સેલ દ્વારા અનુરોધ કરાયેલ છે




Latest News