જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં થશે ૨૨.૮૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત


SHARE













મોરબી અને માળીયામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં થશે ૨૨.૮૦ કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

મોરબી અને માળીયા પાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામો શરૂ કરવામાં આવનાર છે તેના માટે આગામી શનિવારે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબીના ધારાસભ્ય તેમજ કચ્છ-મોરબીના સાંસદ સહિતના હાજર રહેવાના છે અને ત્યારે મોરબીમાં જુદાજુદા ૧૪.૪૦ કરોડના કામ અને માળિયામાં ૮.૪૨ કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે

કચ્છ- મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતનાઓની હાજરીમાં આગામી તા ૧૩ ને શનિવારે માળિયા અને મોરબીમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવનાર છે જેમાં માળીયા શહેરમાં ૮ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ સેવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPનું લોકાર્પણ અને ૪૨ લાખના ખર્ચે બનનારા માળીયા શહેરના વિવિધ રોડ અને ૧૪.૧૮ કરોડના ખર્ચે બનનારા, માળીયા-પીપળીયા કોસ્ટલ સ્ટેટ હાઈવે પર, માળીયા શહેરમાંથી પસાર થતાં ૩.૨ કિમિ સુધીનો રોડ બનાવવાના ખાતમૂહૂર્ત સવારે ૧૦ વાગ્યે સામુહિક આરોગ્ય કેન્દ્ર (સીએચસી), માળીયા ખાતે કરાશે

ત્યાર બાદ મોરબી નગરપાલિકા વિસ્તારમાં કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ અન્વયે ગાંધીચોકથી બાપાસીતારામ ચોક સી.સી. રોડ ૩.૯૯ કરોડ, લાતી પ્લોટ કોર્નરથી પંચાસર રોડ સુધી સીસી રોડ ૩.૨૨ કરોડ, વીસીપરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સીસી રોડ તથા ડ્રેનેજના કામ ૧.૬૯ કરોડ, શ્યામ પાર્ક સોસાયટી, પંચાસર રોડમાં સીસી રોડનું કામ અંદાજે ૫૩.૫૧ લાખ, તખ્તસિંહજી મેઈન રોડ તથા કંસારા શેરી પર પેવર બ્લોકનું કામ અંદાજે ૨૨.૭૮ લાખ, યદુનંદન સોસાયટી અને નીલકંઠ સોસાયટીમાં સીસી રોડનું કામ ૫૯.૦૭ લાખ, દલવાડી સર્કલથી આવાસ યોજના સુધી સીસી રોડનું કામ ૩૬.૮૦ લાખ, પાવન પાર્ક સોસાયટીમાં સીસી રોડનું કામ ૩૪.૮૪ લાખ, કેન્દ્ર સરકાર પુરસ્કૃત ૧૫ મા નાણા પંચ યોજના અન્વયે ઘન કચરાના નિકાલ વ્યવસ્થાપન અંતર્ગત ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે ૩.૪૩ કરોડની ફાળવણી આમ કુલ મળીને ૧૪.૪૦ કરોડના ખર્ચે બનનારા વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મોરબીના રવાપર રોડ બાપા સીતારામ ચોક ખાતે બપોરે ૨:૩૦ વાગ્યે કરવામાં આવશે






Latest News