જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો મોરબી નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે વ્યક્તિ સારવારમાં ટંકારાના ભૂતકોટડા ગામે વાડીની ઓરડીની બાજુમાંથી દારૂની 13 બોટલ સાથે એક પકડાયો મોરબીની તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત: સરસ્વતી સોસાયટીમાં ઘરના બાથરૂમમાં જાત જલાવીને આધેડ મહિલાએ કર્યો આપઘાત મોરબીમાં બોલેરો પાછળથી અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ઇવી કારમાં નુકશાન
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: ૬૦ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ


SHARE













મોરબીમાં દારૂની જુદીજુદી બે રેડ: ૬૦ બોટલ દારૂ સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ

મોરબી શહેરમાં વાવડી રોડે આવેલ ઉમિયા પાર્ક સોસાયટીના રહેણાંક મકાનમાં તેમજ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ મેઇન રોડ ઉપર દારૂની જુદીજુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને દારૂની ૬૦ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને એક આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક સોસાયટીમાં રહેતા સુરેશભાઈ રતનભાઇ બરાલા જાતે પટેલના ઘરની અંદર દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની ૫૭ બોટલો મળી આવતા પોલીસે ૩૫,૯૩૫ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી સુરેશભાઈ રતનભાઇ બરાલા જાતે પટેલ (૨૩) રહે. હાલ વાવડી રોડ ઉમિયા પાર્ક સોસાયટી મૂળ રહે રાજસ્થાન અને સુજલભાઈ ચંદુભાઈ પંચોટિયા જાતે પટેલ (૨૨) રહે. હાલ વાવડી રોડ ગાયત્રી નગર સોસાયટી મોરબી મૂળ રહે અમરનગર તાલુકો મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને શખ્સોએ કેતનદાન મહેન્દ્રદાન બારહટ રહે વાવડી રોડ ગાયત્રીનગર સોસાયટી મોરબી વાળા પાસેથી દારૂ મેળવ્યો હોવાનું સામે આવ્યું જેથી કરીને પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે જ્યારે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ હાઉસિંગ બોર્ડ મેઇન રોડ ઉપર મારુતિ કિરાના સ્ટોરની બાજુમાંથી પસાર થઈ રહેલ શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસે રહેલા થેલામાંથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૧૧૨૫ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનીષભાઈ ઉર્ફે પેંગો જયકિશન અનાવાડીયા જાતે પ્રજાપતિ (૨૩) રહે સતનામ એપાર્ટમેન્ટ-૪ લાઈન્સ નગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News