સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીના માધાપર (ઓજી)ગામે માજી મંત્રી, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો


SHARE









મોરબીના માધાપર (ઓજી)ગામે માજી મંત્રી, સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં પણ સરકાર દ્વારા પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે. ત્યારે મોરબીના માધાપર(ઓજી) ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ તેમના વિસ્તારનો એક કિસ્સો જણાવતા કહ્યું હતું કે, કેવી રીતે એક દીકરીને હૃદયની બીમારી હતી અને સરકારની આયુષ્માન કાર્ડની યોજના આશીર્વાદ બની અને દીકરીએ સાજા થઈ સરકારને આશીર્વાદ આપ્યા. આજે બાળક ઉદરમાં હોય ત્યાંથી લઈ અને દીકરી કોલેજ કરતી થાય ત્યાં સુધી આરોગ્યની જવાબદારી સરકાર ઉપાડે છે પછી જ તો તેમના મુખે સારું થાજો સરકારનું એવો ઉદગાર ન નીકળે તો બીજું શું નીકળે.

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે જન જન સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના વડાપ્રધાનશ્રીના લક્ષ્યને આ વિકસિત ભારત યાત્રા ચરિતાર્થ કરી રહી છે. લોકોની આર્થિક તેમજ સામાજિક ઉન્નતી માટે વિવિધ યોજનાઓ મહત્વની સાબિત થઈ રહી છે ત્યારે ભારતને વિકસિત બનાવવો હશે તો તમામે જનભાગીદારીથી કામગીરી કરવી પડશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિકસિત ભારતની ગાડી જન જનના સુખ અને લાભ માટેની ગેરંટી આપણા આંગણે લાવી છે. વધુમાં તેમણે વડાપ્રધાનના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટ હેઠળ કેવી રીતે ૨ કરોડ દીકરીઓને તાલીમ આપવામાં આવનાર છે તેની વાત કરી હતી.

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રા થકી ગામેગામ લોકોને અનેક યોજનાઓના લાભ મળી રહ્યા છે. મજૂરી કરતા પરિવારમાં અચાનક કોઈ બીમારી આવે ત્યારે નોધારાનો આધાર બની રહી છે આયુષ્માન કાર્ડની યોજના, જે આયુષ્માન કાર્ડ આજે દરેક ઘરનું અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે સૌને આયુષ્માન કાર્ડ કઢાવવા પણ તેમણે અપીલ કરી હતી. આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા પંચાયતના સભ્ય જયંતિભાઈ પડસુંબિયા, ગામના સરપંચ ગણેશભાઈ નકુમ, અગ્રણી ગણેશભાઈ ડાભી, માધાપર(ઓજી) શાળાના શિક્ષકો અને સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા




Latest News