સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત મોરબીના મકાનસર ગામ પાસે બોલેરો ગાડીના ચાલકે બાઈકને હડફેટે લેતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં માળીયા (મી) નજીક એસટી બસના ચાલકે ડબલ સવારી બુલેટને ટક્કર મારતા ઇજા પામેલા બે યુવાન સારવારમાં વાંકાનેરના ભાયાતી જાંબુડીયા ગામના પાટિયા પાસે ડબલ સવારી બાઈક ખૂંટિયા સાથે અથડાતા ફંગોળાઈ ગયેલ એક યુવાન ટ્રક નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ મોત મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું અને મહાનદીમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી શહેરમાં અર્બન એટલાસ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રોન સર્વે અને GIS આધારિત સર્વે કામગીરી શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં બીજા દિવસે બાળકની ખોપરી મળી આવતા ચકચાર: બાળક ટ્રેન નીચે કપાયો હોવાની શક્યતા


SHARE









મોરબીમાં બીજા દિવસે બાળકની ખોપરી મળી આવતા ચકચાર: બાળક ટ્રેન નીચે કપાયો હોવાની શક્યતા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં એક અજાણ્યા બાળકનો પેટથી નીચેનો ભાગ અને આંતરડાનો ભાગ બુધવારે મળી આવ્યો હતો ત્યાર બાદ તે જ વિસ્તારમાંથી નાના બાળકની ખોપરીનો ભાગ મળી આવ્યો હતો જેથી તેની જાણ પોલીસને કરી હતી જેથી કરીને પોલીસે ત્યાં દોડી આવી હતી અને ખોપરીના ભાગને ફોરેનસિકમાં મોકલાવવામાં આવેલ છે જે અવશેષો મળી રહ્યા છે તે મૃતક બાળકની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી  છે જો કે, હજુ સુધી મૃતક બાળકની કોઈ ઓળખ મળેલ નથી

મોરબીમાં સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનથી આગળના ભાગમાં રેલ્વે લાઈન પાસે એક અજાણ્યા બાળકના કપાયેલ હાલતમાં શરીરના અવશેષ પડ્યા હોવાની સ્થાનિક લોકોએ બુધવારે મોરબી બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ ત્યાં દોડી આવી હતી અને ઘટનાસ્થળેથી બાળકના શરીરના જે અવશેષ મળી આવ્યા હતા તેને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલે ખસેડયા હતા ત્યાર બાદ ગુરુવારે સવારે ૧૦ વાગ્યાના અરસામાં અગાઉ જે જગ્યાએથી બાળકના શરીરના અવશેષ મળી આવ્યા હતા તેની સામેના ભાગમાંથી બાળકની ખોપરીનો ભાગ મળી આવેલ હતો જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને આ અંગેની જાણ કરી હતી જેથી કરીને પોલીસે મૃતક બાળકની ખોપરીના ભાગને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અગાઉ શરીરના જે અવશેષો મળ્યા હતા અને તેને ફોરેન્સિક પીએમ માટે મોકલાવવામાં આવ્યા હતા તેમાં પ્રાથમિક તારણમાં આ અજાણ્યો બાળક ટ્રેન નીચે કાપાઈ ગયો હોય તેવું સામે આવી રહ્યું છે જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, મૃતક બાળક છે કોણ ? કેમ કે, જે જગ્યાએથી બાળકના શરીરના અવશેષ મળેલ છે તે વિસ્તારની આજુ બાજુમાંથી કોઈ બાળક મિસિંગ હોય તેવી હાલ સુધી કોઈ માહિતી સામે આવી નથી અને જો બાળક ટ્રેન નીચે કપાઈ ગયો હોય તો તે કઈ ટ્રેન નીચે કપાયો હોય શકે છે તે દિશામાં પણ હાલમાં પોલીસે ચક્રોગતિમાન કરેલ છે 




Latest News