મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર રોડે ન્યુ પ્રજાપત સોસાયટીના મકાનમાંથી ૪૧ બોટલ દારૂ સાથે એકની ધરપકડ


SHARE













મોરબીના લીલાપર રોડે ન્યુ પ્રજાપત સોસાયટીના મકાનમાંથી ૪૧ બોટલ દારૂ સાથે એકની ધરપકડ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની ૪૧ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૨૫,૩૧૦ ની કિંમતનો દારૂ કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ન્યુ પ્રજાપત સોસાયટીમાં રહેતા જગદીશભાઈ સાવધારના મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને ૪૧ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૫,૩૧૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી જગદીશભાઈ સામતભાઈ સાવધાર જાતે રબારી (૩૨) રહે. લીલાપર રોડ પાંજરાપોળ સામે ન્યુ પ્રજાપત સોસાયટી શેરી નં-૨ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં હવે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.વી. પાતાળિયા તપાસ ચલાવી રહ્યા છે

ત્રણ બોટલ દારૂ

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ મિતાણા ચોકડી પાસેથી પસાર થઈ રહેલા બે શખ્સોને રોકીને પોલીસે ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૯૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી વિપુલસિંહ દશરથસિંહ જાડેજા જાતે દરબાર (૨૪) રહે. વીરવાવ. હરદીપસિંહ શક્તિસિંહ જાડેજા જાતે દરબાર (૨૫) રહે. વીરવાવ વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રવિરાજસિંહ જગતસિંહ જાડેજા રહે. વીરવાવ વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે ટંકારા પોલીસે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ આર.એન. કંઝારીયા ચલાવી રહ્યા છે






Latest News