મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત


SHARE









મોરબીમાં પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ જૂની પોસ્ટ ઓફિસ સામે શોભેશ્વર રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા વૃદ્ધને હાર્ટ એટેક આવ્યો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નાનીવાવડી ગામે રહેતા આંબાભાઇ દેવશીભાઈ મકવાણા (66) નામના વૃદ્ધ મોરબીમાં સામાકાંઠા વિસ્તારમાં જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલ પેટ્રોલ પંપ ખાતે નાઈટમાં સિક્યુરિટીની ફરજ બજાવતા હોય ગઈકાલે વહેલી સવારે 3 થી 7 વાગ્યા દરમિયાન તેઓને હાર્ટ અટેકનો હુમલો આવ્યો હતો જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મૃતક વૃદ્ધના દીકરા દેવજીભાઈ આંબાભાઇ મકવાણા (37) રહે. નાનીવાવડી વાળાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જુગાર રમતા બે પકડાયા

મોરબીમાં કુબેર ટોકીઝના ગ્રાઉન્ડમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા મહેશભાઈ લક્ષમણભાઇ આદરોજિયા (40) અને સાગરભાઇ રાજેશભાઈ અગેચાણીયા (27) રહે. બંને કુબેર ટોકીઝ પાછળ મોરબી વાળા મળી આવ્યા હતા જેથી તેની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 1420 ની રોકડ કબજે કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી 

ત્રણ બોટલ દારૂ સાથે બે પકડાયા

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ફિદાય પાર્ક પાસેથી બાઈક નંબર જીજે 7 બીએસ 9613 લઈને પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરતા તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ અને વાહન મળીને 30,360 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી રેન્ચોરાય જલકુરામ રાય (26) રહે. ઇસ્કોન એપાર્ટમેન્ટ પાછળ સનાળા મોરબી મૂળ રહે. હરિયાણા તથા ચંદન કનૈયાલાલ ચૌધરી (31) રહે. સનાળા સર્કલ ઇસ્કોન એપાર્ટમેન્ટ બ્લોક નંબર 602 મોરબી મૂળ રહે. વેસ્ટ બંગાળ વાળાની ધરપકડ કરેલ છે અને બંને સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News