મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક કારખાનાની લેબર કોલોનીમાં બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો મોરબીમાં બંધ પડેલા કારખાનામાંથી ગેસના બટલમાં રીફિલિંગનું કૌભાંડ પકડાયું: 2.46 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ભરતનગર પાસે પંચર પડેલી કારમાં હવા ભરતા બે યુવાનોને બલેનો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માત મોરબીના રફાળેશ્વર ગામે ઘરમાં 1.345 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ: માલ આપનારની શોધખોળ મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી


SHARE









મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી

મોરબીના વાવડી ગામે બુધવારની રાત્રિના સમયે દુકાને મહિલા વેપારી બેઠા હતા દરમિયાન ત્યાં બે શખ્સો આવ્યા હતા અને રૂપિયાની લેતીદેતી બાબતે મહિલા વેપારી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને દુકાન બંધ કરી દેવા માટે ધમકી આપી હતી તેમજ માથાકૂટ કરનારા શખ્સો તેની સ્કોર્પિયો ગાડી લઈને જતા હતા ત્યારે ત્યાં એકત્રિત થયેલ લોકો પૈકીના એક વ્યક્તિને સ્કોર્પિયો ગાડીની ટક્કર મારીને ઉડાવ્યો હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને તાત્કાલિક આરોપીઓને પકડીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું.

મોરબીમાં પોલીસના અસ્તિત્વ સામે પ્રશ્ન ઊભા થાય તેવી ઘટનાઓ રોજિંદી બની ગઈ છે એક દિવસ પહેલાં માળીયા હળવદ હાઇવે રોડ ઉપર હોટલ પાસે મિત્ર સાથે નાસ્તો કરતા યુવાનની રૂપિયાની લેતી દેતી બાબતે છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી છે તેની શાહી હજુ સુકાઈ નથી ત્યાં મોરબી નજીકના વાવડી ગામે આવેલ શોપિંગ સેન્ટરમાં દુકાને ધરાવતા મહિલા વેપારી પોતાની દુકાને બેઠા હતા ત્યારે રૂપિયાની લેતી દેતી બાબતે ત્યાં બે શખ્સોએ બખેડો કરીને મહિલા સાથે ઝઘડો કરીને તેને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી હાલમાં આ બનાવ સંદર્ભે વાવડી ગામે બેકરીની દુકાન ધરાવતા મયુરીબેન દિલીપભાઈ રૂપાલા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઈ સવસેટા અને જગદીશભાઈ ઉર્ફે જાગો સદાભાઈ સવસેટા નામના બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરેલ છે. તેવી માહિતી મોરબીના ડીવાયએસપી જે.એમ.આલ દ્વારા આપવામાં આવી છે.

આ બનાવની વિગત એવી હતી કે, મહિલા વેપારી તેની દુકાને હાજર હતા ત્યારે આરોપીઓએ ત્યાં આવીને દુકાન બંધ કરી દેવાનું કહ્યું હતું અને પૈસાની લેતીદેતી બાબતે બંને આરોપીઓએ ફરિયાદી મહિલાને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાર બાદ લોકો એકત્રિત થઈ ગયા હોવાથી આ બંને શખ્સો તેની સ્કોર્પિયો ગાડી લઈને જતાં હતા ત્યારે એક વ્યક્તિને ઉડવ્યો હતો જે ઘટના પણ વાવડી ગામે શિવાલય કોમ્પ્લેક્ષમાં મૂકવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી અને તેના વિડીયો પણ વાઇરલ થયા હતા જેથી કરીને પોલીસે બંને આરોપીઓને પકડીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ હતું. ત્યારે બંને આરોપીઓએ લોકોની હાથ જોડીને માફી માંગી હતી.




Latest News