ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી અને માળીયામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં ૨૩ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું


SHARE







મોરબી અને માળીયામાં સાંસદ-ધારાસભ્યની હાજરીમાં ૨૩ કરોડથી વધુના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું

મોરબી અને માળીયા પાલિકા વિસ્તારમાં વિકાસના અનેક કામોનું મોરબીના ધારાસભ્ય તેમજ કચ્છ-મોરબીના સાંસદ અને માજી મંત્રીની હાજરીમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે જે કામ હાલમાં કરવામાં આવી રહ્યા છે તેમાં કોન્ટ્રાકટરને કોઈ કનડગત કરશે નહીં જેથી જે પણ કામ કરવામાં આવે તેમાં આગામી ૨૫ વર્ષ સુધી સામું જોવું ન પડે તેવા સારા કામ કરવા માટેની ટકોર કરી હતી અને સાંસદે આગામી બે માહિનામાં મોરબીમાં અંદાજે ૫૦૦ કરોડના વિકાસ કામ શરૂ કરવામાં આવશે તેવું જણાવ્યુ હતું

કચ્છ- મોરબીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી સાંસદ વિનોદભાઈ ચાવડાધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજાજિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી કે.એસ. અમૃતિયા, નરેન્દ્રસિંહ ઝાલા અને જેઠાભાઇ મિયાત્રા, મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશિપભાઇ કૈલા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ સાગરભાઈ સદાતિયા, મોરબી શહેર ભાજપના પ્રમુખ જયદીપભાઈ કંડિયા, જયરાજસિંહ જાડેજા, દેવભાઈ અવાડિયા, કે.કે. પરમાર, જેઠાભાઇ પારઘી, મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમરિયા, જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ પ્રવીણભાઈ સોનાગ્રા સહિતનાઓની હાજરીમાં મોરબીમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયએ કહ્યું હતું કે હવે જે કામ કરવાના છે તેમાં કોન્ટ્રાકટરને કોઈ કનડગત કરશે નહીં જેથી જે પણ કામ કરવામાં આવે તેમાં આગામી ૨૫ વર્ષ સુધી સામું જોવું ન પડે તેવા સારા કામ કરવાના છે તેવી ટકોર કરી હતી તેમજ રાજકારણમાંથી જે રીતે કચરો કાઢીએ છીએ તેવી જ રીતે આગામી દિવસોમાં મોરબી શહેરમાંથી પણ કચરો કાઢવો છે તેવી માર્મિક ટકોર પણ કરી હતી

મોરબી અને કચ્છના સાંસદ ચાવડાએ કહ્યું હતું કે, સરકાર લોકોની સુવિધામાં વધારો થાય તે માટે પૂરતી ગ્રાન્ટ આપી રહી છે અને જે કોઈ પણ ખૂટતી કડી હશે તેની પૂરી કરીને સારામાં સારા કામ મોરબીમાં થાય તેવા પ્રયાસો સમગ્ર ભાજપની ટીમ દ્વારા કરવામાં આવશે વધુમાં કહ્યું હતું કે, આગામી બે માહિનામાં મોરબીમાં અંદાજે ૫૦૦ કરોડના વિકાસ કામ શરૂ કરવામાં આવશે હાલમાં ગાંધીચોકથી બાપાસીતારામ ચોક સી.સી. રોડ ૩.૯૯ કરોડલાતી પ્લોટ કોર્નરથી પંચાસર રોડ સુધી સીસી રોડ ૩.૨૨ કરોડવીસીપરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ સીસી રોડ તથા ડ્રેનેજના કામ ૧.૬૯ કરોડશ્યામ પાર્ક સોસાયટીપંચાસર રોડમાં સીસી રોડનું કામ અંદાજે ૫૩.૫૧ લાખતખ્તસિંહજી મેઈન રોડ તથા કંસારા શેરી પર પેવર બ્લોકનું કામ અંદાજે ૨૨.૭૮ લાખયદુનંદન સોસાયટી અને નીલકંઠ સોસાયટીમાં સીસી રોડનું કામ ૫૯.૦૭ લાખદલવાડી સર્કલથી આવાસ યોજના સુધી સીસી રોડનું કામ ૩૬.૮૦ લાખપાવન પાર્ક સોસાયટીમાં સીસી રોડનું કામ ૩૪.૮૪ લાખના કામોનું ખાતમહુર્ત કરવામાં આવ્યું હતું

તેમજ કેન્દ્ર સરકાર પુરસ્કૃત ૧૫ મા નાણા પંચ યોજના અન્વયે ઘન કચરાના નિકાલ વ્યવસ્થાપન અંતર્ગત ડોર ટુ ડોર ગારબેજ કલેક્શન માટે ૩.૪૩ કરોડની ફાળવણી કરવામાં આવી  છે તેનો ઉપયોગ કરીને મોરબીમાં ૬૫,૦૦૦ જેટલી મિલકતોમાંથી ડોર ટુ ડોર કચરો ઉપાડવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે અત્રે ઉલેખનીય છે કે, માળીયા શહેરમાં ૮ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ સેવેજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ STPનું લોકાર્પણ, ૪૨ લાખના ખર્ચે બનનારા માળીયા શહેરના વિવિધ રોડના કામ સહિતના કામોના ખાતમૂહૂર્ત સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કરવામાં આવ્યા હતા

 

વિહિપ કાર્યાલય

આજ રોજ કચ્છ-મોરબી ના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા તથા મોરબી-માળિયા વિધાનસભાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા સાહેબ તથા ભાજપ જિલ્લા પ્રમુખ રણછોડભાઈ દલવાડીતથા ભાજપ સંગઠનના જિલ્લાના પદ અધિકારીઓ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મધ્યસ્થ કાર્યાલય ની મુલાકાતે આવેલ હતા,અક્ષત કળશનુ પુજન કર્યું હતું અને અક્ષત અભિયાન અંતર્ગતની માહિતી મેળવીને જરૂરી માર્ગદર્શન આપેલ હતું.






Latest News