મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના મીનીસ્ટરી ઓફ એમએસએમઈના સેક્રેટરીએ મોરબીના સિરામિક યુનિટની લીધી મુલાકાત


SHARE













ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના મીનીસ્ટરી ઓફ એમએસએમઈના સેક્રેટરીએ મોરબીના સિરામિક યુનિટની લીધી મુલાકાત

મીનીસ્ટરી ઓફ એમએસએમઈ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયાના સેક્રેટરી એસ સી એલ દાસ, આઈઈડીએસ પી.એન. સોલંકી, ડેપ્યુટી એન્ડ હેડ ઓફીસ એમએસએમઈ-ડીએફઓ અમદાવાદના આઈઈડીસી સ્વાતી અગ્રાવત અને આસીસ્ટન્ટ ડાયરેક્ટર એન્ડ ઇન્ચાર્જ બી.આર એમએસએમઈ-ડીએફઓ રાજકોટ સહિતની ટીમે મોરબી ખાતે ઇનડીઝાઈન સિરામિક એલએલપીની મુલાકાત કરી હતી. જ્યાં કંપનીના મેનેજીંગ ડીરેક્ટર સુનીલ મિત્તલ સહિતના ભાગીદારો અને ઉધોગકારોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઇ કુંડારીયા, હરેશભાઇ બોપલિયા, વિનોદભાઇ ભાડજા તથા માજી પ્રમુખ મુકેશભાઇ ઉઘરેજા અને ઉધોગકારો ઉપસ્થિત હાજર રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન અધિકારી સમક્ષ ઉધોગને લગતી સમસ્યાઓની રજુઆત કરવામાં આવી હતી. આ સમસ્યાના ઉકેલ અંગે એસ સી એલ દાસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને યોગ્ય ડીપાર્ટમેન્ટ દ્વારા સિરામિક ઉધોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી આપી હતી અને ભવિષ્યમાં સિરામિક ઉધોગના વિકાસ માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની વિવિધ શાખાઓના સહયોગથી ઉધોગના વિકાસ માટે ચર્ચા કરવામાં આવી હતી






Latest News