મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

મોરબી ખાતે યોજાયેલ ત્રણ ફ્રી નિદાન સારવાર કેમ્પનો ૪૦૦ લોકોએ લાભ લીધો


SHARE













મોરબી ખાતે યોજાયેલ ત્રણ ફ્રી નિદાન સારવાર કેમ્પનો ૪૦૦ લોકોએ લાભ લીધો

મોરબી ખાતે ડો.હસ્તીબેન મહેતાના એક દિવસીય નિદાન તથા ત્રિદિવસીય સારવારના ત્રણ કેમ્પનું આયોજન દાતા સ્વ.ચંદુલાલ ધરમશી શાહ તથા શાંતિભાઈ  ઝોબાલિયા તેમજ ગોવિંદભાઇ વરમોરા દ્વારા કપવામાં આવેલ જેમા આશરે ૪૦૦ લોકોએ લાભ લીધો હતો.

જેમા મોરબીની સુપ્રસિદ્ધ બાજીરાજબા કન્યાશાળા દરબારગઢ ખાતે કરવામાં આવ્યું.જેમાં સવારે ૧૩૦  તેમજ બપોરે ૧૯૦ જેટલી બાળ વિદ્યાર્થીનીઓનું  વજન કરી, તપાસી ને ત્રણ દિવસ ની દવા આપેલ.પ્રવર્તમાન સ્થિતિમાં શરદી, ઉધરસ, તાવ, માથાનો દુખાવો, પેટના દુખાવાના વધુ દર્દી હતા.આ તકે શાળાના સ્ટાફનું પણ બ્લડ સુગર તેમજ બીપી ચેક કરી આપેલ.આ કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય નીલેશભાઈ કૈલા તેમજ  નમ્રતાબેન, ભારતીબેન સહિત સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ તે બધાના સહકારથી ૩૨૦ જેટલી બાલિકાઓને તપાસી, વજન કરીને સારવારમાં ત્રણ દિવસની દવા આપેલ.આ તકે મોરબીના સિનિયર  પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ પણ હાજર રહ્યા હતા.કેમ્પ સહાયક કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કૌશીકા રાવલ, કેતનભાઈ મહેતા, જીગર ભટ્ટે સેવા આપી હતી.

તે ઉપરાંત ડો.હસ્તીબેન મહેતાના વધુએક એક દિવસીય નિદાન તેમજ ત્રિદિવસીય સારવાર કેમ્પનું આયોજન સનહાર્ટ ગ્રુપ મોરબી માતુશ્રી ગૌરીબેન ગણેશભાઈ વરમોરા હસ્તે ગોવિંદભાઈ વરમોરા દ્વારા માટેલની ઢુવા ચોકડી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ૧૦૦ જેટલા દર્દીએ લાભ લીધો હતો.આ કેમ્પમાં દર્દીનું વજન, બ્લડ સુગર ફ્રી ટેસ્ટ કરી આપવા સાથે બીપી ચેક કરીને જરૂર મુજબ ત્રણ દિવસની દવાઓ ફ્રી આપેલ.આ કેમ્પમાં સાંધા, હાડકાં અને વા ના દર્દીઓને જયસુખભાઈ પટેલે માત્ર પોઇન્ટ દ્વારા સારવાર આપી હતી.જેનાથી દર્દીઓએ દર્દમાં રાહત અનુભવી હતી.આ કેમ્પને સફળ બનાવવા માટે ગોવિંદભાઈ વરમોરા, જયંતિભાઈ ધોરિયાણી તથા તેમના સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવેલ. કેમ્પ સહાયક તરીકે કોઠારીભાઈ, રશ્મિનભાઈ દેસાઈ, કેતનભાઈ મેહતા, કૌશિકા રાવલ, તોષા રાવલે સેવા આપેલ.આ તકે ડો. હસ્તી મહેતાની અવિરત દર્દીનારાયણ પ્રત્યેની ઉમદા સેવાભાવનાની કદર કરતાં આયોજક તરફથી તેમને મોમેંન્ટો આપી સન્માનિત કરાયા હતા.






Latest News