મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના અરણીટીંબા નજીક ખાનગી બસના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત


SHARE









વાંકાનેરના અરણીટીંબા નજીક ખાનગી બસના ચાલકે હડફેટે લેતા ચાર વર્ષની બાળકીનું મોત

વાંકાનેર તાલુકાના તીથવાથી અરણીટીંબા ગામ તરફ જવાના રસ્તા ઉપર યુવાન તેની ચાર વર્ષની દીકરી સાથે ઉભો હતો ત્યારે ખાનગી સ્કૂલ બસના ચાલકે તેની ચાર વર્ષની દીકરીને હડફેટે લીધી હતી. જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી જેથી તે ચાર વર્ષની બાળકીનું મોત નિપજયુ હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ બાળકીને પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી સ્કૂલ બસમાં ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના તિથવા ગામે લાલશાનગર ખાતે રહેતા ઈમ્તિયાઝભાઈ દિલાવરભાઈ શાહમદાર જાતે ફકીર (૩૦) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ખાનગી સ્કૂલ બસ નંબર જીજે ૩ ડીટી ૫૭૭૭ ના ચાલક અર્જુનસિંહ કાનભા જાડેજા રહે, કોટડાનયાણી તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તેની ચાર વર્ષની દીકરી સાનિયા સાથે તીથવાથી અરણીટીંબા ગામ તરફ જવાના રસ્તા ઉપર અરણીટીંબા ગામના તળાવ પાસે રોડ સાઇડમાં ઉભા હતા ત્યારે આરોપીએ તેના હવાલા વાળી ખનગી સ્કૂલ બસ રોડની સાઈડમાં નીચે ઉતારીને ફરિયાદીની દીકરીને હડફેટે લીધી હતી ત્યારે તેને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી સાનિયાનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ખાનગી સ્કૂલ બસનો ચાલક તેના હવાલા વાળી બસને ત્યાં જ મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ બાળકીના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News