મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રોહીશાળા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત


SHARE









માળીયા (મી)ના રોહીશાળા નજીક રેલવે ટ્રેક ઉપર ટ્રેન હડફેટે ચડી જતા અજાણ્યા યુવાનનું મોત

 

માળીયા મીયાણા તાલુકાના રોહીશાળા ગામથી ખાખરેચી બાજુ રેલવે ટ્રેક ઉપર કોઈ કારણોસર રેલવેની ટ્રેન હડફેટે આવી જતા માથા અને શરીરમાં ગંભીર ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળીયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા તાલુકાના રોહીશાળા ગામ થી ખાખરેચી બાજુ જતા રેલવે ટ્રેક નંબર ૬૮૧ પાસે કોઈ અજાણ્યા ૩૫ વર્ષનો યુવાન રેલવે ટ્રેક ઉપર થી પસાર થતી ટ્રેનની ઝડપે ચડી જતા તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતું અને તેને તાત્કાલિક મોરબીના જેતપર ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યાર બાદ અજાણ્યા યુવાનના મોત અંગેની જાણ માળિયા મીયાણા તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના વી.ટી. સિહોરા ચલાવી રહ્યા છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના વીસીપરા વિસ્તારમાં ગર્લ્સ હાઇસ્કુલ સામેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે ૧૦૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને લાલજીભાઈ પ્રવીણભાઈ ડાભી જાતે અનુ. જાતિ રહે. સોઓરડી રામદેવપીરના મંદિર પાછળ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.જે. પરમાર ચલાવી રહ્યા છે




Latest News