મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ દંપતીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટીની પ્રેરણાદાયી પહેલ માળીયા (મી) તાલુકામાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ ફાયનાન્સ પેઢીના સંચાલક સહિત 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના વાવડી ગામે દુકાને જઈને મહિલા વેપારીને ધમકાવનાર બંને આરોપીઓએ હાથ જોડીને જાહેરમાં લોકોની માફી માંગી ટંકારા ગજડી ગામના હીરાભાઈ જારીયાનું રાજકોટમાં હાર્ટ એટેકથી મોત મોરબીના ટીંબડી પાસે મારામારીમાં ઘવાયેલા બે યુવાનો સારવારમાં વાંકાનેરના સરખડીયામાં ઝઘડામાં વચ્ચે પડેલા ભરત બારીયા ઉપર ધોકા અને ધારીયાથી હુમલો મોરબીના વાવડી ગામે વ્યાજે લીધેલ રૂપિયાની લેતી દેતી બાબતે મહિલાની દુકાને જઈને દુકાન બંધ કરવાની ધમકી !: સ્કોર્પિયો ગાડીથી એક વ્યકતીને ઉડાવ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરીપર પાસે દેવ સોલ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વની બાળકો સાથે ઉજવણી કરાઇ


SHARE













માળીયા (મી)ના હરીપર પાસે દેવ સોલ્ટ દ્વારા મકરસંક્રાંતિ પર્વની બાળકો સાથે ઉજવણી કરાઇ

માળીયા મિયાણાંના હરિપર પાસે આવેલ દેવ સોલ્ટ પ્રા. લી. દ્વારા દર વર્ષે શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજીન કરાતું હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેવ સોલ્ટ દ્વારા મકરસંક્રાંતિના પર્વની અનોખી ઉજવણી કરાઈ હતી. ત્યારે માત્ર પતંગ ચગાવા સુધી સીમિત ન રાખતા આ પર્વને વધુ રંગીન અને  રસમય બનાવા માટે તેઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી જેમાં તેઓ દ્વારા ગમત સાથે જ્ઞાનનું અયોજન કરાયું હતું આ પર્વની ઉજવણી માટે તેઓ માળિયા (મી.) માસુમ વિદ્યાલયના ધો. ૫ થી ૮ ના ૬૦ વિદ્યાર્થીઓ માટે ગમત સાથે જ્ઞાનનું અયોજન કરયુ હતું. જેમાં તેઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે ઔધ્યોગિક મુલાકત સાથે રમત ગમતનું આયોજન કરયુ હતું. ત્યારે બાળકોએ મીઠું ઉત્પાદન તેમજ મીઠું ધોવાની વોશરી વિશે જ્ઞાન તેમજ જાણકારી મેળવી હતી ત્યાર બાદ જુદીજુદી સ્પર્ધાનું પણ અયોજન કર્યું હતું આ ગમત સાથે જ્ઞાનનું આયોજન કરવા બદલ માસુમ વિદ્યાલયના આચાર્ય તથા શિક્ષક વર્ગે દેવ સોલ્ટનો તેમજ તેના સ્ટાફનો આભાર વ્યત કરયો હતો આ કાર્યક્રમ કંપનીના જોઈન્ટ ડાઈરેકટર કરણસિંહ ઝાલાના નેતૃત્વ હેઠળ કંપનીના જનરલ મેનેજર દિલીપસિંહ જાડેજા તથા અધિકારી વિવેક ધ્રુણા, ભૂપસિંહ જાડેજા, અંદારામ બેનીવાલ, સામત સવસેટા અને રાજેશ પરમારની હાજરીમાં યોજાયો હતો.






Latest News