મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સિંધાવદર ખાતે એલ્ડર હેલ્પ લાઈન દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના સિંધાવદર ખાતે એલ્ડર હેલ્પ લાઈન દ્વારા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

‘એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭’ દ્વારા વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામની એસ.એમ.પી. સ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીને સ્વરક્ષણ તાલીમ આપી વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન ૧૪૫૬૭, વૃદ્ધોના અધિકાર, વૃદ્ધોના કાયદા, ટ્રાફિક અવરનેસ તથા સાઇબર ક્રાઇમ ૧૯૩૦ હેલ્પ લાઇન વિશે જાણકારી આપી વિવિધ સરકારી યોજના અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવતી મહિલાલક્ષી ‘SHE ટીમ’ની કામગીરી સહિત મહિલા તથા કિશોરીને ઘરેલુ હિંસા વિશે માહિતી આપી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના પીએસઆઇ એલ.એ. ભરગા, તાલુકા પોલીસ સ્ટેશન ટીમ, એલ્ડર હેલ્પ લાઈન, મોરબી જિલ્લા ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર, શાળાના આચાર્યશ્રી, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતું. આ કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય બાદી દ્વારા પ્રોગ્રામની માહિતી આપી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News