મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ


SHARE









મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ ૨૨ મી જાન્યુઆરીએ સરકારી કચેરીમાં રજાની કરી માંગ

આગામી ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે ત્યારે આ ક્ષણને સરકારી કચેરીમાં ફરજ બજાવતા અધિકારી અને કામચરી પણ તેઓના પરિવાર સાથે માણી શકે તે માટે મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોએ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરીને ૨૨ મી જાન્યુઆરીના રોજ રાજ્યની સરકારી કચેરીઓમાં રજાની માંગ કરેલ છે તે ઉપરાંત મોરબી અને હળવદના ધારાસભ્યએ તો તે દિવસે માસ-મદિરાના વેચાણ ઉપર પ્રતિબંધની પણ માંગ કરી છે.

મોરબી જિલ્લાની મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખવામાં આવેલ છે જેમાં લખ્યું છે કે, આગામી તા ૨૨ મી જાન્યુયારીના દિવસે ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે ત્યારે ઐતિહાસિક દિવસે સમગ્ર રાજ્યમાં સરકારી કચેરીમાં રજા રાખવામા આવેલ તેવી માંગ કરી છે તેમજ મોરબી અને હળવદના ધારાસભ્યે તો રાજ્યમાં તે દિવસે માસ અને મદિરાનું વેચાણ બંધ રાખવા તાત્કાલિક પ્રતિબંધાત્મક આદેશ કરવાની માંગ કરી છે




Latest News