મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા ગામે આવેલ શ્રી બહુચર વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ મેળવી સિદ્ધિ હળવદ નજીક જીનીંગના કારખાનામાં આગ લગતા માલ અને મશીનરીમાં મોટું નુકશાન, કોઈ જાનહાનિ નહીં દિલ્હી ખાતે કોંગ્રેસનાં વિરોધ પ્રદર્શનમાં હાજરી આપવા જતાં મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસના પ્રમુખની અટકાયત સેવા સંકલ્પ અભિયાન: મોરબીની મયુર હોસ્પિટલમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને યોજાયો મેગા મેડિકલ કેમ્પ મોરબી જિલ્લાના વિવિધ મોરચાઓમાં હોદેદારોની કરાઈ નિમણૂક મોરબી નજીક કારખાનામાં દળેલી માટીના પાવડરના ઢગલામાં પડી જવાથી 9 વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ


SHARE









મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માળિયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે થનાર છે, જેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક અન્વયે કલેક્ટરએ સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, ગ્રાઉન્ડ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણી અને સ્વચ્છતા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ખાખરેચી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે ઉપરાંત જવાનોની પરેડ પણ યોજાશે. દેશ ભક્તિથી રંગી દે તેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, નાયબ કલેક્ટર સિધ્ધાર્થ ગઢવી, નાયબ પોલીસ અધિક્ષક પી.એ. ઝાલા સહિતના હાજર રહ્યા હતા




Latest News